સવા બશેરનું મારું દાતરડું લોલ ….

સવા બશેરનું મારું દાતરડું લોલ ...... Picture : Delhi Magic

સ્વર – હેમુ ગઢવી અને સાથીઓ

સ્વર – પ્રફુલ દવે અને સાથીઓ

સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢ્યા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભી’તી વનવાટ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ
વીરા મુને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણું ઘઉં
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ
મેં રે જમાડ્યો મારો વીરો
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ

21 replies on “સવા બશેરનું મારું દાતરડું લોલ ….”

  1. જયશ્રીબેન્ ઘણો જ આભાર..બહુ વખતથી આ ગીત સામ્ભળવાની ઈચ્હા હતી જે આજે પુરી થઈ..

  2. જય્શ્રેીબેન્,
    સામિપ સન્તાપ ચ્હે ઝાઝા માઝા ચ્હે દુર રહેવામા- – – ઉમેરો કરર્શો?

    આભાર્

  3. ઝવેરચન્દ્રમેઘાનિ જેવા કવિ અને હેમુ ગઢવિ જેવા ગાયક ની ભેટ ગુજરાત ને સાંપડિ

  4. લાંબા સમયથી આ ગીત સાંભળવાની ઇચ્છા હતી આજ પુરી થઇ આભાર ફોટો તો અદભુત હો…

  5. આ ગિત લિન્ગ ભેદ્ ને ઉજાગ્ર કરેલ્,નારિનિ આવ્$ત્ ને ઉજ્વ્લ કરી

  6. Zaverchand Meghanis git on varsh-RAIN- is a lovely song Hemu Gadhavi has sung it. long back it was on allindia radio probebly rajkot station. I have made great efforts to get it .failure failure failure is the result shall be greatful if you can locate and make avialble for listeners like me thanking you 87 year old narendra

  7. Was looking for “Paap Taaro Parkash …Jesal Toral” .. and ran into this Jewel & that too in Hemu Gadhavi’s voice! Paisa and Time Vasool! Thanks Jayshreeji

  8. કઈક અલગ જ લોકગીત…
    બઊજ ગમ્યુ સાંભડવુ…?
    આ ક્યાંની રચના છે..?
    સૌરાષ્ટ્ર કે કચ્છની…?

  9. જયશ્રિબેન્ આ લોક્ગિત વરસોથિ સામ્ભળવાનિ ઇચ્હા હતિ જે આજે પુરિ થઈ.. વારે વારે સાઁભળવુ ગમે ચ્હે..તમારો ઘણો આભાર્…

  10. One of the earliest Gujarati Lok Geets having a strong women oriented theme and statement. It is quite a feminist song with a very clear economic and social tones – it is also about “protest” for “unjustness” of the “Paranyo” … waah; when I started to comprehend the song’s lyrics while growing up, I started admiring the “creator” of such a great song in my mother tongue and I am pretty sure that it must be an enlightened soul to have written/sung/composed such a beautiful song – it is also a MEETHI FARIYAD with lots of love inbuilt within … thank you Jayshreeben-Amitbhai. It is a statement about Women’s Emancipation economically…

  11. કઈક અલગ જ લોકગીત…
    બઊજ ગમ્યુ સાંભડવુ…?
    આ ક્યાંની રચના છે..?
    સૌરાષ્ટ્ર કે કચ્છની…?

  12. ઘણુ સરસ લોકગીત અને શ્રી પ્રફુલ્લ દવે અને શ્રી હેમુ ગઢવી નો સુંદર અવાજ પછી શુ કેહવાનુ રહે??? નિરાંતે શાંતીથી સાંભળવાનુ મળે તો ઉઠવાનું
    પણ યાદ ના આવે..!આવો લ્હાવો ઘેર બેઠા શિકાગો મા મળે પછી શું જોઇએ??આભાર જયશ્રીબેનના ટહુકાનો ..

  13. નાનપણ ના એ દિવસો યાદ આવી ગયા જ્યારે પપ્પા સાથે રાજકોટ માં હેમુ ગઢવીને આ ગીત ગાતા સાંભળ્યા હતા.ગીત સાંભળતા સાથે બન્ને ની યાદ આવી ગઈ.

  14. હેમુ ગઢવીનું ગીત મુંબઈ “અ” રેડિયો ઉપર વરસો પહેલા સાંભળતા,મહિલા મંડળ,લોક ગીત,સુગમ સંગીતમાં વગેરે સંભળાતા..અત્યારે આ સાંભળીને જુના દિવસો યાદ આવી ગયા

Leave a Reply to LATA SACHDE Cancel reply

Your email address will not be published. Required fields are marked *