જે ઘર તડકો ના’વે – ઉશનસ્

કૈવિ શ્રી ઉશનસ્ નું આ મઝાનું ગીત માણીએ આજે… આ જ ભાવની કોઇ પંક્તિ.. કોઇ કહેવત.. કંઇ તો સાંભળ્યું છે – પણ હમણા યાદ નથી આવી રહ્યું. તમને કંઇક યાદ આવે તો કહેજો, હોં ને?

ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?

સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?

એહની સંગ શુ હસવું? એહની સંગે વાત શી લેશ,
એનો હાથ પકડીએ શીદને? દઈએ શેં આશ્વેષ
જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?

– ઉશનસ્

10 replies on “જે ઘર તડકો ના’વે – ઉશનસ્”

  1. વાહ! સબંધોની બાદબાકી એટલે જે ઘર તડકો ના’વે

  2. ઉશનસ સાહેબની રચના બોધ આપે તેવી છે,
    ભણતો ત્યારે વિચાર વિસ્તાર મા અવશ્ય ઉશનસ સાહેબની કડી પુછાતી

  3. સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
    પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
    શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?…..
    હદ થઈ ગઈ યાર….!!!
    મારી લખેલી કડી મુકુ છું.

    આયે થે તેરે દરપે ઉમ્મીદેં આસ લેકર
    ઊઠ્ઠે હૈ જનાજા અપના હી સાથ લેકર

    અને આ પણ યાદ આવી ગયુ તો અહીં રજુ કરુ છું.

    મટકું જો પાંપણ તો સ્વપ્નો ઝરે છે,ઇમારત એ ઝાકળથી દિલની બને છે,
    જીવ્યાની રહે બસ આ સ્વપ્નો નિશાની, બધા ક્યાં મિનારાં બનાવી શકે છે??

    ન કરવાનુ કરાવે..આ લાગણી બહુ સતાવે…!!!

    મેં મારી આગળ બાંધેલી વાડ તે મનેજ નડી છે
    બધાને તો લાગ્યુ મારા અસુલોની મને પડી છે..
    પગલીઓ પાડીને માની લીધુ પ્રગતિએ ચડી છે
    દુર રહીયે આપણે તેમાં જીન્દગી ના જડી છે…
    પ્રેમ સન્માન ને મળે આવકાર તે જ ત્રણ કડી છે
    એળે ન જાય આયખું માટે દુઃખ સામે લડી છે..
    રેખા શુક્લ

  4. એક લાઈન આખી કવિતા ચોરી જાય છે….

    જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?

    સરસ

  5. ઘરના માલિક નથી ઇચ્છતા કે સૌ તેને ઘરે આવે,
    પણ બ્લોગના માલિક સૌને કહે છે – અમારુ બ્લોગ જુવો.

    વળી બ્લોગ સારો હોય તો સૌને આમન્ત્રણ વગર પણ જોવનુ મન થાય.
    હવે બ્લોગ પર કોઇ કવિતા લખે તો સારુ.

  6. આવ નહિ આદર નહિૢ નહિ નયનોમા નેહ
    તે ઘર કદી ન જઇએ કઁચન વરસે મેહ

    નિશાળમા વાંચેલી સુભાષિતોમાથી એક.

  7. કદાચ આ પંક્તિઓ હોઇ શકે –
    આવ નહિ આદર નહિ, નહિ નૈનોમેં નેહ
    ઉસકે ઘર કભી ન જાઈયો યદિ કંચન બરસે મેહ

Leave a Reply to Bhailal Solanki Cancel reply

Your email address will not be published. Required fields are marked *