કોરા કાગળ પર લીટી દોરે સખી – ભરત વિંઝુડા

સ્વર – સંગીત : ડો. ભરત પટેલ

.

કોરા કાગળ પર લીટી દોરે સખી
ને અમે એ માપની પંક્તિ લખી

ચીતરે કંઇ એમ એનો એક હાથ
જેમ ઝુલે વૃક્ષની એક ડાળખી

આંખ ખોલું તો મને દેખાય એ
એ કે જેને મેં હ્દયથી નીરખી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં જાણે કે જળની પાલખી

કેમ પાણીમાંથી છુટું પાડવું
એક આંસુના ટીપાંને ઓળખી

10 replies on “કોરા કાગળ પર લીટી દોરે સખી – ભરત વિંઝુડા”

  1. આંખ ખોલું તો મને દેખાય એ
    એ કે જેને મેં હ્દયથી નીરખી…..
    આટલુ સામ્ભળતા જ …………એ દેખાય આવી

  2. એક વાદળ એમ ચાલ્યું જાય છે
    આભમાં જાણે કે જળની પાલખી

    આંખ ખોલું તો મને દેખાય એ
    એ કે જેને મેં હ્દયથી નીરખી

    કોરા કાગળ પર લીટી દોરે સખી
    ને અમે એ માપની પંક્તિ લખી

    પ્રીત નિ વણઝાર્……….અવિરત્,,,,

  3. ભરત આપણી ભાશાના સરસ કવિ . તેમની આ ગઝલ સુન્દર . અભિનન્દન આ કવિને. સન્જુ વળા.

  4. ક ર્ણ પ્રી ય ગીત
    અને આ પંક્તીઓ
    કેમ પાણીમાંથી છુટું પાડવું
    એક આંસુના ટીપાંને ઓળખી
    વાહ્

  5. સુંદર ગીત!
    આજ વસંત ખીલી છે ચોપાસ,
    પાનખરને એ ગઇ છે ભરખી!

Leave a Reply to jethisona Cancel reply

Your email address will not be published. Required fields are marked *