પિંડને પાંખ દઈ દીધી અને – રાજેન્દ્ર શુક્લ

કવિ શ્રી ની આ ગઝલ – આજે એમના પોતાના જ સ્વરમાં પઠન સાથે.

(આભાર : રાજેન્દ્રશુક્લ.કોમ)

પિંડને પાંખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,
એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !

કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે –
છો ભરણ આકરા, આકરી બળતરા, દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !

કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી !

કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !

– રાજેન્દ્ર શુક્લ
10.12.2008

13 replies on “પિંડને પાંખ દઈ દીધી અને – રાજેન્દ્ર શુક્લ”

  1. Rajendra Shukla is a poet from Narsinh Mehta”s birth place.Anybody could FEEL the smell -Khusbu-of Girnara in his poetry.Prakrut, Sanskrit, and saurashtraa-Sorthi- vanine Rajendra ane Manoj Khanderia je rite Julavi ane hulavi jane chhe tenu aa kavya dwara prateet thay chhe. sundar kavya !!!!!!!!!!!

  2. રાજેન્દ્ર શુક્લની કવિતા ખુબ જ સરસ છે.વાચવાની મઝા આવી.

  3. ” Khintie taangine riktata..” is Rajendrbhai’s famous gazal..this one shows his inner progress..from NOTHINGNESS to POORNTAA..Siyaaraammay sab jag jaani.! and kyaa baat for ” JAAMOKAAMI “, kaviraaj.

  4. રાજેન્દ શુક્લનિ અન્તર યાત્રા અનોખિ .

  5. ખીંટીએ લટકતી રાખી રિક્તતાને નીકળ્યા, તો ખરા ખેશ લટકાવતા
    પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કહી ક્ષણે ખેશની રામનામી કરી!
    કવિશ્રી રાજેન્દ્ર શુક્લાએ જીંદગીના જુદા જુદા પડાવની વાત કરી, ત્યાગ કર્યા પછી પણ છેવટે તો બધુ રામનામ સત્ય હે સુધીની વાત કરી એક સરસ સંદેશો આપી દીધો, કવિશ્રીના અવાજમા કાવ્ય પઠન પણ સરસ લાગ્યુ, આપનો આભાર………….

  6. અરે વાહ ક્યા બાત કહી હૈ..??બહોત ખુબ, બહોત ખુબ!!!!જીન્દગીની ક્ષણભંગુરતા વાસ્તવીકતાની પ્રતિતી કરાવતી આ તમારી ગઝલ ખુબજ ગમી છે, પિંડને પાંખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,
    એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !
    આફરીન રાજેન્દ્ર્ભાઈ…જીગરભાઈ જોશી સાચુ લખે છે આજે તો કવિવર રાજેન્દ્ર શુક્લમય થઈ જવાયું…

  7. જિદંગીની ક્ષણભંગુરતાને કાળની સાથે સરસરીતે
    વણી લીધી છે.

Leave a Reply to HATIM THATHIA Cancel reply

Your email address will not be published. Required fields are marked *