ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

આ ગીત તો હું ઘણી નાની હતી ત્યારથી સાંભળતી આવી છું, અને ત્યારથી મને ઘણું ગમતું આ ગીત. એકદમ હળવા થઇ જવાય એવું ગીત છે..!!

સ્વર : મન્ના ડે, કમલ બારોટ
સંગીત : કલ્યાણજી – આનંદજી

.

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

નાણાના નખરા બધા, નાણાના સૌ નાદ
માંગવાનું તું નહીં મૂકે, તો મને મૂકાવીશ તું અમદાવાદ
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

હે વડોદરે લ્હાવો લઉં, ને કરું સુરતમાં લ્હેર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શે’ર રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

અરે ભાવનગર ભાગી જઇશ, કે રખડીશ હું રાજકોટ
પણ તારી સાથે નહીં રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

19 replies on “ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી”

  1. Jayshreeben,

    Wow!.. I had a modified version of this song. performed at Kavya Sangeet Samaroh 2009 by Shree Utkarsh Majumdar and Chirag Vora.. Nice to hear the original one.

  2. most urgent
    may i seek urgent help to obtain cassette or cd of
    bhangwadi theatre song-rasila premina haiya-by raghunath brahmbhat in master fulmani
    grateful thanks in advance -if not can some one post the song which can be played in tahuko?

  3. આ ગીત “અખંડ સૌભાગ્યવતી” ફિલ્મનું છે અને એના કવિનું નામ તો કોઈને ખબર પણ નહીં હોય… ચીમનલાલ ભીખાભાઈ જોશીનું આ ગીત એના મૂળ સ્વરૂપમાં આખું વાંચવું હોય તો આપને હાર્દિક આમંત્રણ છે, ગુજરાતી કવિતાઓના સૌથી વિશાળ ખજાના, “લયસ્તરો”ના આંગણે પધારવાનું:

    http://layastaro.com/?p=693

    -વિવેક

Leave a Reply to Jayant Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *