ગરબડ ન કર – રઈશ મનીઆર

આજે માણીએ રઇશભાઇની આ મઝાની હઝલ… અને કુલદીપભાઇનું એકદમ તાજ્જુ સ્વરાંકન..!

સ્વર – સ્વરાંકન : કુલદીપ ભટ્ટ

જા... મારે વાત જ નથી કરવી..!!
જા... મારે વાત જ નથી કરવી..!!

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

36 replies on “ગરબડ ન કર – રઈશ મનીઆર”

  1. વાહ, શબ્દોને અનુરૂપ સંગીત સાંભળવાની ખૂબ મઝા આવી. “ઇંગ્લીશમાં બડ બડ” ના કરવાની demand કરવા વાળા પાસે ouch બોલાવડાવીને, ને છેલ્લી કડી કરુણ રસ માં ઢાળીને સ્વરકારે કમાલ કરી છે! હાસ્યરસને ચાર ચાંદ લગાવ્યા છે!

  2. વાહ, શબ્દોને અનુરૂપ સ્વરાંકન સાંભળવાની બહુ જ મઝા આવી. “ઇંગ્લીશમાં બડ બડ” કરવાની ભાર પૂર્વક ના પાડનાર પાસે “આઉચ” કહેવડાવીને, ને છેલ્લી કડી કરૂણ રસમાં ઢાળીને કુલદીપભાઈએ હાસ્ય રસને ચરમ સીમા એ પહોંચાડ્યો છે.

  3. ખુબ હસવુ આવેી ગયુ. કોઇ વાર સમય મલે તો મારા બ્લોગ http://www.inkandi.com પર પધારશો. આપનેી comments મને આગલ વધવામા મદદ કરશે.
    મુનિરા

  4. આ ખળ-ખળ હળ-હળ ભડ-ભડ વળ-વળ જીવનનું છે વળગણ
    તડ-ફડ કરવા ક્યાં જઈએ જઈએ ? એ તો ઉપાધિનું ઘડપણ
    મળ-મળ કરીને જીવન બનાવ્યું,ત્યાં ધડ-ધડ આવ્યું સગપણ
    શ્વાસના શબ્દો હોઈ છે ધક-ધક મને સંભળાય છે તું પાછો વળ

    -રમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર)
    વલસાડ ૯૪૨૬૮૮૮૮૮૦

  5. વાસ્તવિકતાને સહજ ભાવે રજુ કરીને હાસ્ય પીરસવાનો પ્રયાસ ગમ્યો.
    બધું જ અહીં ખડ ખડ હતું,
    બધું જ અહીં મળ મળ હતું
    નજર કોની લાગી રસમંજન
    જોયું તો બધું જ ભડભડ હતું.

    -રમેશ ચાંપાનેરી (હાસ્ય કલાકાર )
    (વલસાડ)

  6. રઈશ લખે તે મને ગમે,
    વરસો થયા છુટા પડ્યા પછી મળ્યા નથી એનું દુખ છે.

  7. આમએ ફેદાઈ ગયો છુ,
    હવે કિચઙ પણ સારો લાગૅ છે,

  8. ખુબ સરસ કવિતા અને ઘણુ
    જ સરસ સ્વરાન્કન, કુલદિપભાઈ.મઝા આવેી ગઈ.
    Dipika

  9. Encouraging comments માટે અભાર. સીધી, સરળ, funny કવિતા ને સીધા, સરળ સ્વરાંકન નું વાઘુ પહેરાવવા નો પ્રયત્ન કર્યો છે, જેથી કાવ્ય નું સ્વરૂપ જળવાઈ રહે. Shri Raeeshbhai is a genius of ‘expressions’.

  10. માણવાને સમજવા જેવી બહુ સુંદર કવિતા છે.

  11. સુન્દર રચના રઈશ ભાઈ અને અદ્ ભુત સ્વરાન્કન્ કુલ્દિપ ભાઈ.

  12. હારેલા થાકેલા ઘેરાયેલા બિચારા માનવીની
    આ અટૂત વેદના છે.ખરેખર સુંદર રચના.

  13. બહુ જ સુન્દર. અતિશય સુન્દર.

    આ પન્કતિ સૌથી સુન્દર છે……

    ધૂળ જેવી જિંદગી છે આપણી,
    એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

    ultimatest.

  14. Very nice Hazal. Raeeshbhai has carved a new space in Gujarati poetry with humorous poetry. This style of Gujarati poetry may inetrest even larger number of gujaratis including NRIs. Good Music – VB

  15. Waah Raishbhai…The best part is, you could say this to your sweetheart by writing a “hazal” only, as obviously, you could not muster courage to face the “reality” and therefore, chose to face the “fantasy” or a “dream”. Kudos Jayshree/Amit for finding out and putting up such gems. Nirdosh Hasya…waiting to share…

  16. હાસ્ય દ્વારા પતિઓની વેદના પત્નિઓ સુધી પહોંચાડવા બદલ કવિશ્રી રઈશભાઈને અભિનદન…….આપનો આભાર…..

  17. are wah.. shun vaat chhe? As always, wonderful voice of Kuldip Bhatt… and his trademark fun-filled delivery… truly enjoyed..

  18. કવિઓ અને ગાયકોને વિનતિઃ

    રચનાનો સન્દેશ જીવન ઉપયોગી હોય તેવુ કરો તો સારુ.
    રચનાની એક કળીનો સન્દેશ બીજી કળીના સન્દેશથી વિરુદ્ધ ના હોય તો સારુ.
    કાવ્ય કળા અને સન્ગીત કળા નો દુરુપયોગ ના થાય તો સારુ.
    કોઈ ને ખોટુ ના લાગે તો સારુ.

    ‘સ્કન્દ’ના જય શ્રી ક્રિશ્ણ !

  19. ધૂળ જેવી જિંદગી છે આપણી,
    એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

    આ વાત જો પત્નીઓ સમજી સકે તો….

    Don’t TRY IT … Mission Impossible

  20. ધૂળ જેવી જિંદગી છે આપણી,
    એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

    R.A.M. ની હાશ્યાપદ વાતોથી જ્યારે (સિતા)થી ન રર્હેવાયું ત્યારે તેણે જિંદગી માટે ફરિયાદ કરી તો R.A.M.શું ધરતી પ્રવેશનો સંદેશ આપે છે?? Just jocking!

  21. કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
    એ જગા પર તું હવે અડઅડ ન કર……અતિ સુન્દર્

  22. ખુબ જ સુંદર…
    વારે વારે સાંભડવાનું મન થાય…!!!
    વિવેક સર… તમે કેટલી વાર સાંભળયુ…?

  23. કેટલા બધા માટીડાના મનની વાત રઈશભાઈએ કરી નાખી. ધન્યવાદ.
    કેટલા પુરુષો આ વાત પોતની પત્નીને કરી શકતા હશે?
    પરન્તુ હવે ચોક્કસ આ ગીત તેઑ સંભળાવી શકશે.

  24. Ghanij hasyasabhar ane thodighani jodakana jevi rachana-sorry to say the later part Raishbhai, but I am one of your big fans & so, simply loved this!!! Vanchta vanchta j khadkhadat hasi padayu ane maza aavi gai :))))) last sher ma bahu samjayu nahi ke Sweetheart ne aansu sha mate redva padta hashe? Ke pachhi hasya sathe j koi karunta no pan aahi nirdesh chhe?

    Ane Jayshreeben, photo shu aflatoon mukyo chhe 🙂 Salam karvi pade!! Hazal ni kathavastu ne ekdum appropriate ane amazing pic!!! Thanks!!

Leave a Reply to Gajendra. Choksi Cancel reply

Your email address will not be published. Required fields are marked *