ભીનું છલ – મકરન્દ દવે

મજેદાર કોઇ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે!

કહું શું? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

– મકરન્દ દવે

6 replies on “ભીનું છલ – મકરન્દ દવે”

  1. મજેદાર કોઇ બહાનું મળે,
    અને આંખમાં કાંક છાનું મળે!

    સુંદર ગઝલ..

  2. મઝાની ગઝલના આ શેર વધુ ગમ્યા
    વધે છે તરસ તેમ રણ છો વધે,

    સરસ મજાની ગઝલ.

  3. મઝાની ગઝલના આ શેર વધુ ગમ્યા
    વધે છે તરસ તેમ રણ છો વધે,
    કહીં ભીનું છલ તો સુહાનું મળે.

    હવે થાય છે તારી પાંપણ મહીં,
    દરદ ઘેરા દિલને બિછાનું મળે.

  4. wonderful.late makarand dave lived a life so different and meaningful that he showed that you can be richer in nandigram than in newyork.nandigram can give much more inner richness than even ayodhya.

Leave a Reply to ashalata Cancel reply

Your email address will not be published. Required fields are marked *