આવશે – કૃષ્ણ દવે

સૌ ને રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

આવશે, એ આવશે, એ આવશે, એ આવશે.
તુ પ્રતિક્ષામાં અગર શબરીપણું જો વાવશે.

જોગવ કંઇ પણ બને પણ માર્ગ જે છોડે નહી,
હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે.

આંખથી નીજને વહાવી બસ ચરણ ધોયા કરો,
ખુદ હલેસુ, નાવ થઇ ભવપાર એ ઉતરાવશે.

આવશે એવાં ભરોસાના હ્રદયસિંહાસને –
પાદુકામાં પ્રાણ પોતાનો મુકી પધરાવશે.

પાંખથી છેક જ કપાયા હોઇએ એવે સમય –
પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે.

વાતમાં મધરાતમાં મ્હેક્યા કરે એક જ રટણ,
લઇ શરણમાં એક દિ એ હેતથી નવરાવશે.

ઘોર અંધારૂ તને ઘેરી વળે એવી પળે,
એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે.

રાહ જોતા જે શીખ્યા એને બીજુ શું આવડે?
સામટુ સોનુ મળે તો એ ય પણ સળગાવશે.

મીટ માંડી જે ઉભા છે એ જ લૂંટે આ મજા,
આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે.

– કૃષ્ણ દવે

*****************
રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ પ્રસંગે આગળ મુકેલી આ રચનાઓ:
રામ ભજન કર મન – લતા મંગેશકર
નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ < પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી

9 replies on “આવશે – કૃષ્ણ દવે”

 1. ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયનના ચરનોમા વન્દન્. એક સાથે શબરિ, અહલ્યા, કેવત, ભરત, જતાયુ ના તમામ પ્રસન્ગનિ આ રચના ગમિ ..જયશ્રિબેન અભિનન્દન્..

 2. Sakshar says:

  રામ વિશે આટલું સરસ ‘કૃષ્ણ’ જ લખી શકે…

 3. krushna dave says:

  જયશ્રી બ્હેન આભાર, આજના પવિત્ર દિવસે આ રચના ટહુકો પર મુકવા બદલ.
  બીજા શેરની શરૂઆતમાં જોગવ ને બદલે જોગવશ એમ વાંચવુ.
  કૃષ્ણ દવે.

 4. વાહ ! સુંદર ગઝલ.. એક શેર યાદ આવ્યો:

  ચકચકિત દંભોને શું એ હાથવેંત જ બેઠું છે?
  ભાગ્ય અડકે માત્ર એને, બોર જેનું એઠું છે !

 5. Bharat Gadhavi says:

  સૌ કોઇ મિત્રો ને શ્રી હરી-જયંતિ નાં જાજા હેતે કરીને જય-સ્વામિનારાયણ અને શ્રી રામ ભગવાન ની જયંતિ નિમિત્તે જાજેરા હેતે કરીને “જય સિયારામ”…… શ્રી ક્રુષ્ણ દવે ની ભકતિ ભાવ પુર્વકની રચના ખુબ ગમી…. જય સ્વામિનારાયણ…. ભગવાન સૌનું ભલું કરો….

  ભરત ગઢવી – ગેબરોન – બોત્સવાના (અફ્રિકા).

 6. Rekha shukla(Chicago) says:

  શ્રી ક્રુષ્ણ દવે ની ભકતિભાવ પુર્વકની રચના ખુબ ગમી…રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ પ્રસંગે આગળ મુકેલી….ઉપર ની બધીજ રચનાઓ ખુબ
  સરસ છે..આભાર.મને ગમતી અહીં મુકુ છું..
  રામ નામ કે હીરા મોતી મૈં બિખરાઉં ગલી-ગલી
  લે લો રે કોઇ રામ કા પ્યારા, શોર મચાઊ ગલી-ગલી…રામ
  માયા કે દિવાને સુનલો, એક દિન એસા આયેગા
  ધન દોલત ઔર માલ ખજાના યહીં પડા રહ જાયેગા
  સુન્દર કાયા મિટ્ટી હોગી ચર્ચા હોગી ગલી-ગલી…રામ
  ક્યો કરતા હૈ મેરી-મેરી યહ તો તેરા મકાન નહીં
  જુઠે જગમેં ફંસા હુઆ હૈ યે વહ સચ્ચા ઇન્સાન નહીં
  જગકા મેલા દો દિનકા હૈ અન્ત મેં હોગી ચલા ચલી…રામ
  જીન-જીન ને યે મોતી લુટે વહ તો માલામાલ હુએ
  ધન દોલત કે બને પુજારી આખિર વહ કંગાલ હુયે
  ચાંદી-સોને વાલે સુનલો બાત સુનાઊ ખરી-ખરી…રામ
  દુનિયા કો તુ કબ તક પગલે અપની કહતા જાયેગા
  પ્રભુ કો તો તુ ભુલ ગયા હૈ અન્ત સમય પછતાયેગા
  દો દિન કા યહ ચમન ખિલા હૈ ફિર મુરઝાયે કલી કલી…રામ

 7. કૃષ્ણભાઈ….તમને ખાસ અર્પણ..!!!

  આજના વિદ્યાર્થી ને મુખે રામની વ્યાખ્યા

  છે ખબર, હનુમાનના એ બોસ છે
  પ્રશ્ન વનવાસે, ઉછાળે ટોસ છે
  રાવણે સંબંધમાં એ ક્રોસ છે
  હિંદુઓની પાંખડીએ ઓસ છે
  બ્રેડ ગાંધી નામ પર એ સોસ છે
  એમને જો ના ભજો તો લોસ છે
  જે હતો બંદો, બિરાદર ઠોસ છે

 8. PARAG says:

  LOVE YOU KRISHNA BHAI ….YOU R MA FAVORITE kavi…!!!

 9. હિરેન ટેલર says:

  can you pls share the bhajan of shabri..
  wen i was a kid, my granyv always sing the bhajan.

  Shabri Andhare Ajvade Raam ne Shodhti re…
  Maro kyare avse ram…

  i miss my Dadi…love you dadi..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *