ક્યાંથી પાનબાઇ પોરવે મોતીજી? -ધીરેન્દ્ર મહેતા

rajasthan_village_pi82_l.jpg
(કોઇ નગર ને ગામને પાદર… )

કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવાજી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવાજી.

સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારાજી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારાજી.

આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળજી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડજી.

એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાંજી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાંજી.

અવાવરુ કૂવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણોજી,
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણોજી.

કઈ આ દુનિયા, કયા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતીજી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પોરવે મોતીજી?

-ધીરેન્દ્ર મહેતા

(આભાર – ઊર્મિસાગર.કોમ)

2 replies on “ક્યાંથી પાનબાઇ પોરવે મોતીજી? -ધીરેન્દ્ર મહેતા”

  1. સરસ કાવ્ય.

    કઈ આ દુનિયા, કયા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતીજી,
    વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પોરવે મોતીજી?

Leave a Reply to Pancham Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *