ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી – સંદીપ ભાટિયા

ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી
ગામલોકમાં વાતો ચાલે ગિરિધર કામણગારાજી

થાળ ભરીને અમે ધરાવ્યાં કાચાંપાકાં જીવતરજી
પ્રેમથી જમજો અહો મુરારી, સ્મિત, સપન ને કળતરજી
હૃદય વલોવી મિસરી લાવ્યા ઘેલા રે મહિયારાજી

રૂંવેરૂંવે દીવા મોહન અંગેઅંગે ઝાલરજી
મંદિરને એક ખૂણે ઊભા લઈ પાંપણની ચામરજી
ડૂબતી આંખોને છેવટના તમે તૃણસધિયારાજી

– સંદીપ ભાટિયા

6 replies on “ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી – સંદીપ ભાટિયા”

  1. ડૂબતી આંખોને છેવટના તમે તૃણસધિયારાજી………..સુંદર રચના!
    આ ગીતની સ્વરકાર-ગાયક સુરેશ જોશી પોતાના સ્વરાંકનમાં સુંદર રજુઆત કરે છે!

    દિનેશ

  2. સરસ !

    દેહ ભલે થયો જુનો, પણ ભક્તિમા મન મ્હાલે જી

Leave a Reply to Dinesh Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *