આવી રસિલી ચાંદની – ભાસ્કર વ્હોરા

સ્વર : લતા મંગેશકર, મુહમ્મદ રફી
સંગીત : દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ : સત્યવાન સાવિત્રી

આવી રસિલી ચાંદની, વન વગડો રેલાવતી,
છાયા બની એ ચંદ્રની, એની પગલે પગલાં પાડતી.

છાયા ના માનું ચાંદનીને, ચંદ્રની એ તો પ્રિયા,
હો રંગરસિયા, આમ બોલી મન ભરમાવે કાં સદા
નૈનની ભૂલ-ભૂલામણી.

આવી રસિલી ચાંદની….

ચંદ્ર છુપાયો વાદળીમાં, તેજ તારું જોઇને
જોને જરી તું આયો ફરી એ, મુખ પર તારા મોહીને
થાય શીદ લજામણી

આવી રસિલી ચાંદની….

– ભાસ્કર વ્હોરા

9 replies on “આવી રસિલી ચાંદની – ભાસ્કર વ્હોરા”

  1. રસીલી ચાંદની ચંદ્ર પાછળ છુપાઇ.
    સરસ વર્ણન.

  2. ખુબ જ મધુર ગીત છે.નાનપણમાં આ ફિલ્મ જોયાનુ યાદ છે. શશીકલા અને મહેશ દેસાઈ મુખ્ય ભૂમીકામા હતા.
    લતાજી અને રફીસાહેબના ઉચ્ચારો ખુબ જ સ્પષ્ટ.આજે ઘણીવાર ગીતોમા નબળા ઉચ્ચારો સાંભળવામાં આવે
    ત્યારે આ વાત યાદ આવી ગઈ.

  3. મારુ અંગત માનવું છે કે ગમે તેટલા મોટા ગજાના અન્ય કલાકારો હોય પણ ગુજરાતી ગીતો ગુજરાતી ગાયકોના મોઢે જ સાંભળવા ગમે છે. કારણ એટલું સમજાય છે કે શબ્દાર્થ સાથે ભાવનો સમન્વય તથા ગુજરાતી ભાષાના ઉચ્ચારણો નો લહેકો બીજું કોઈ સમ્પુર્ણ વ્યક્ત ન જ કરી શકે.

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *