હોળીની તૈયારી રૂપે આ મઝાનું હોળી- બાળગીત.. ગમશે ને?
****
બોલો ભૈ આ કેવી હોળી ?
જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી
સિંહભાઇ રંગતા ‘તા હાથે ગુલાલ લઈ દીપડાંની કાળી-પીળી ડોકે
આજે તો મન મૂકી રમવાનું ભૈ, ના ના આજ કોઇ, કોઈને ન રોકે
રોજ આવા અવસર ક્યાં આવે છે ભાઇ ; ચાલો રંગોની મટકીઓ ફોડી
બોલો ભૈ આ કેવી હોળી ?
જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી
જિરાફની ડોક બહુ લાંબી હો ભાઇ કહો ત્યાં સુધી જાવું પણ કેમ?
શિયાળ કહે કે ચાલો હાથીને કહીએ, જઇ સૂંઢમાં એ ભરી આવે ડેમ
જિરાફને ભીંજવવા હાથી ને શિયાળ ને પહોંચી ગૈ જંગલની ટોળી
બોલો ભૈ આ કેવી હોળી ?
જંગલના પ્રાણીઓ પિચકારી લૈ લૈને રમતા ‘તા આજ દોડી દોડી
- જિગર જોષી ‘પ્રેમ’
Share what you loved...

Email
બહુજ સરસ ગેીત છએ
આવા ગાએ તોઇ બચ્પન ના મલે ……………..હોલિ મુબરક સહુ ને ……જય્શ્રેી બેન અને આભાર ……….
વાહ વાહ વાહ… દોસ્ત… મસ્ત મજાનું બાળગીત…