શબ્દ અને વિવેક ટેલર…….

આજે કવિ…. કવિનો ‘શબ્દ’… અને આપણી અઢળક મબલખ શુભેચ્છાઓ..!! Happy Birthday, Doctor… 🙂

બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ? કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ… !!

બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ? કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ… !!

*********************

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.
*
છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.
*
શ્વાસ માં મુજ તેજ નો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દ ને મારાં અડે છે ચાંદની.
*
હો પ્યારૂં પણ જો હાથથી છોડો નહીં તમે,
આંબી શકે નિશાન જે, એ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ગજ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
*
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
*
અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
*
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
*
શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.
*
શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
*
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
*
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
*

32 replies on “શબ્દ અને વિવેક ટેલર…….”

 1. Maheshchandra Naik says:

  કવિશ્રી ડો. વિવેક્ભાઈને જન્મદિવસની હ્રદયપુર્વકની શુભ કામનાઓ, …..કાવ્ય, ગઝલ અને ગુજરાતી સાહિત્ય જગતમા અનોખુ પ્રદાન કરતા રહો એ માટે અનેક શુભેચ્છાઓ………….

 2. કવિ મિત્ર શ્રી ડૉ.વિવેકભાઈને જન્મદિન નિમિત્તે હરી-ભરી અને હૂંફાળી શુભકામનાઓ સાથે
  સર્વ મંગલ-નાં શુભ આશિષ….
  અહીં પ્રસ્તુત પ્રત્યેક શેર પણ લા-જવાબ.
  જય હો…!

 3. Mahendra & Mira Mehta says:

  જન્મ્દિવસ નિ શુભેચ્હઓ
  We are looking forwrd to meeting you and enjoying your poetry here in Northern California

 4. M.D.Gandhi, U.S.A. says:

  જન્મદિન પ્રસંગે ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.

 5. Rina says:

  Many many happy returns of the day Dr. Tailor.

 6. Bhavesh Joshi says:

  Dear Vivekbhai,
  Wish you many many happy returns of the day.

 7. Ranjitved says:

  “BAR BAR DIN YE AAYE…..BAAR BAAR DIN YE AAYE TUM JIYO HAZARO SHAAL YE MERI HAY AARZOO….!HAPPY BIRTH DAY TO YOU….HAPPY BIRTH DAY TO YOU DEAR DOCTOR VIVEK BHAI…HAPPY BIRTH DAY TO YOU…!!! ALL THE BEST WISHES..”FROM INDIRA AND RANJIT VED.

 8. jadavji k vora says:

  કવિશ્રી ડો. વિવેકભાઈ, આપના શુભ જનમદિનની ખુબ ખુબ વધાઈ.
  આપ જીયો હઝારો સાલ ઑર સાલકે દિન હો પચાસ હઝાર !
  અભિનંદન.

 9. Bharat Gadhavi says:

  પ્રિય વિવેકભાઈ ને જન્મ-દિવસ ની ખુબ ખુબ શુભ કામનાઓ.

  || વિવેકમ પરાલબ્ધયતે દિનમં આવિર્ભાવમં શુભમં-શુભમં માંગલ્યે , વિચારમં સંરણયક્ષ્તે ચિરકાલમં ક્વિતસ્યં કલામં માંગલ્યે |
  || હ્ર્દયસ્તે આનંદમં મંગલમં ,કલ્યાણં ભવન્તુ , ચિરકાલ આયુષ્યમાન ભવન્તુ , પ્રજ્ઞા પ્રજ્જવલ્યતે સરસ્વત્યે શરણમં ||

  આવી ઉપર મુજબ ની અતિ દિવ્ય શુભેચ્છાઓ સાથ વ્હાલા કવિને હ્ર્દય પુર્વકના અભિનંદન……….

  કવિ ભરત ગઢવી “રતન”
  ગેબરોન – બોત્સવાના (આફ્રિકા)
  મોબઈલ ૦૦૨૬૭ ૭૧૫૭૮૭૦૭
  ઈ-મેઈલ bharat95gadhavi@gmail.com

 10. Paresh Bhanusali says:

  no other words but WOW!

 11. alpesh bhakta says:

  ડો. વિવેક્ભાઈને જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.

 12. B says:

  HAPPY BIRTHDAY VIVEKBHAI.

 13. બેઉ કવિમિત્રોને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ….

 14. Vivek Kane 'Sahaj' says:

  Happy Birthday Dr and cheers…

 15. Ullas Oza says:

  કવિશ્રી વિવેકભાઈને જન્મદિન મુબારક.
  વર્ષો-વર્ષ સુંદર ગીતોની ભેટ આપતા રહો તેવી શુભ-કામના.

  “હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
  બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.”
  સુન્દર.
  અમે શબ્દોને મમળાવીને આનંદ માણીઍ છીઍ .

  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 16. P Shah says:

  જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ !

 17. Bharat Gadhavi says:

  અરે…જયશ્રી….તું કાયમ મારી કોમેન્ટ્સ ને લાંબા ગાળા ના મોડરેશન માં મુકે છે…..કંઈ ખાસ કારણ…..??? ઓલ્યા વિવેક નો જનમ દિન નીકળી જાય પછી તું મારુ મોડરેશન કરીશ કે શુ….?????? કુછ તો સમજા કરો યાર…!!!!!!!!

 18. ચાંદસૂરજ says:

  કવિશ્રી ડો. વિવેક્ભાઈને જન્મદિવસની એક વધુ વર્ષગાંઠ પર હાર્દિક શુભેચ્છાઓ અને મંગલ કામનાઓ !

 19. Mehmood says:

  શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
  ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

  કોક સપનામાં મળે ટૌ’કો મને,
  હું સકળ સંસારમાં મળતો રહું.

  હાજરી તારી બધે બધ છે અહીં,
  કોઇપણ વિસ્તારમાં મળતો રહું.
  Happy Birthday Vivekbhai..

 20. ડો. વિવેક્ભાઈને જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.
  SO OVERWHELMED BY YOUR CREATION ND WAY OF PRESENTATION
  HOPE WE GET THIS TYPE OF NICE THINGS ALL D TIME.

 21. happy birthday, vivekbhai.
  ખુબ ખુબ શુભકામનાઓ સાથે,,,
  શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહુ તને,
  ઇચ્છુ છુ હર જનમ માં મને આ સફર મળે,
  તમારી દરેક ઇચ્છા ભગવાન પુરી કરે તેવી પ્રાર્થના.

 22. Bina says:

  Wishing Vivekbhai a very happy birthday!

 23. chandrika says:

  કવિશ્રી વિવેક કાણે ને પણ જન્મદિન મુબારક (ડો.-વિવેક ટૈલર ને તો પહેલાં જ શુભેચ્છાઓ અપી દીધી છે.

 24. Anila Amin says:

  વિવેકભાઈને હાર્દિક શુભેચ્છાસહ જન્મદિવસ મુબારક. શતમ જિવેયમ શરદઃ.

 25. ડૉ.વિવેકને જન્મદિન ની શુભેચ્છા.લાંબા સમય સુધી ગુજરાતી પદ્યમાં પ્રદાન આપતા રહો એવી શુભ કામના.

 26. Ramesh Patel says:

  ડૉ.વિવેકભાઈ ,ગઝલમય થઈ શતાયુ થઈ ,મા ગુર્જરીને ખોળે રમતા રહો..એવી અંતરથી શુભેચ્છા.

  રમેશ પતેલ(આકાશદીપ)

 27. dipti says:

  શબ્દ ના રસ્તે મને મળતી રહે,
  સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

  છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
  છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

  no other words! Happy Birthday Vivekbhai..

 28. Rekha Shukla-Chicago says:

  શ્રી.વિવેક્ભાઈ “Happy Birthday and many many more!!!!”
  શ્વાસ માં મુજ તેજ નો લય થઈ ગઝલ રેલાય છે,
  જ્યારે-જ્યારે શબ્દ ને મારાં અડે છે ચાંદની.
  શું જોરદારનુ લખો છો તમે તો…વાંચીને ઘણોજ આનંદ આવ્યો…!!!
  શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
  ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
  અને છતા પણ કેમ અહીં અન્યાય લાગ્યો…???
  અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
  તારી શરતથી જીતવાની છૂટ છે તને.
  અને જ્યારે તમે ગાંધીવાદી ગઝલો લખો છો અને ડોક્ટરકવિ પણ છો તો શુભકામનાથી વધુ શુ કહું…ઘણા જ ભાગ્યશાળી છો, ભગવાન તમને તન્દુરસ્તિ બક્ષે,અને ગુજરાતનુ ગૌરવ વધારતા રહો,ગુજરાતી ને મળતા રહો ,ગુજરાતી લખતા રહો,ને તમારા કાવ્યો ને ગઝલો પીરસતા રહો…!!!!
  રેખા શુક્લ (શિકાગો)

 29. sureshmakwana says:

  dear vivekbhai,
  Happy Bhirthday,
  gazalshakti aapane hanmesha vadhu ne vadhu shikhare sthape a j shubhakamnaoo……aavajo.

  Bhopal

 30. મારા એક દિવસને આ રીતે આટલો ખાસ બનાવી આપવા બદલ સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…

 31. શિવાઃ તે પન્થાનઃ સન્તુ…..
  મનવઁતની શુભેચ્છાઓ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *