અવાજ જુદો – રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી ગઝલક્ષેત્રે જેમનો ‘જુદો અવાજ’ છે – એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો આજે જન્મદિવસ. તો આપણા સૌના તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!! :)

સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં…!!

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

—————————-

Posted on March 15, 2011

ગઇકાલે શ્રી અતુલ દેસાઇના અવાજમાં  વિરાટનો હિંડોળો રચના સાંભળી, તો સાથે એમણે ગાયેલી, અને ટહુકો પર આ પહેલા મુકેલી બીજી બે રચનાઓ પણ સાથે સાથે માણી લીધી..!

પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ
રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની એ ગઝલ સાંભળતા સાંભળતા જ એમની આ બીજી ગઝલ યાદ આવી ગઇ..! આ ગઝલના બે-ત્રણ શેર – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસેથી ઘણી વાર સાંભળ્યા છે..! આ ગઝલ સ્વરબધ્ધ થઇ છે કે નહીં એ તો યાદ નથી – પણ સ્વરાંકન હશે કે થશે – તો ત્યારે ટહુકો પર ફરી એકવાર માણી લઇશું..! અને કવિના – જુદા અવાજમાં – આ ગઝલનું પઠન મળે તો યે અહીં લઇ આવીશ..! પણ ત્યાં સુધી.. મમળાવો આ મઝાની ગઝલ..!

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

9 replies on “અવાજ જુદો – રાજેન્દ્ર શુક્લ”

  1. રાજેન્દ્રભાઇને એમના જન્મદિવસ ની ખૂબ ખૂબ બધાઈ.

  2. જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!!

  3. કવિશ્રીના જન્મદિવસ પર ટહુકો પર એકબાજુ અવાજ અને મિજાજના “જુદા” હોવાની ગઝલ મૂકાઈ છે તો લયસ્તરો પર વાત અને ભાત “અલગ” હોવાની ગઝલ મૂકવામાં આવી છે… માણીએ:

    http://layastaro.com/?p=9069

  4. રાજેન્દ્ર શુક્લ આપણા એક મ્રરમી કવિ છે.આજની આ છળકપટની દુનિયામા એમને ફાવતુ નથી.ભ્રમોથી ભરેલી દુનિયામા એ ભુલા પડી ગયાછે. દિલ હલાવી નાખે તેવી ગઝલ.

  5. રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
    જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!
    હા ભૈ હા તમારી વાત તો સો ટકા સાચી…!આ હ્રદયસ્પર્શી ગઝલ ઘણી સુન્દર છે..ખુબ ગમી શ્રી રાજેન્દ્ર શુક્લાજી.
    રેખા શુક્લ (શિકાગો)

  6. સુંદર હ્રદયસ્પર્શી ગઝલ.

    રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
    જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

  7. રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
    જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

    જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
    અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

    hearttouching lines for NRIS….

  8. નાન્હાલાલનો જન્મદિન ૧૬ માર્ચ છે, એટલે કે આવતી કાલે છે.

Leave a Reply to Krutesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *