વસંત મળે – હિતેન આનંદપરા

ગઇ કાલે કેસુડો… અને આજે ગુલ્મ્હોર…! હું તો આ નીચેનો ફોટો જોઇને જ ગુલમ્હોર ગુલમ્હોર થઇ ગઇ… અને સાથે માણીએ હિતેનભાઇની એવી જ સુગંધી ગઝલ…

મળે ગુલમ્હોર એ અદાથી.....   Photo: Webshots.Com
મળે ગુલમ્હોર એ અદાથી..... Photo: Webshots.Com

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

– હિતેન આનંદપરા

( આભાર – ઊર્મિસાગર.કોમ)

32 replies on “વસંત મળે – હિતેન આનંદપરા”

  1. ..બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
    કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે…

    ..વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
    બધા કોલાહલો નગરના નાશવંત મળે…

    Nice!!

  2. ગુલ્મહોર જોઇને મને હર હમેશ માસુક્ના ગાલ ને ચુમ્વાનુ મન થયા કરે ……………………….

  3. સૌ પ્રથમ બીનાબહેન કાનાની,બીજો
    રેખાબહેન શુક્લ,અને છેલ્લે જયશ્રેી-
    બહેનનો આભાર !ગુલમહોરનુઁ ચિત્ર
    લોભામણૂઁ છે.ગેીત ગવાયુઁ હોત તો?

  4. અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
    અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
    ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની
    પાસ આવીને ઘણીવાર ન સમાય નઝરમાં
    બઘું ભૂલી જવાનું તય હતું આપણે
    તુંય ક્યાં ભૂલી શકીશ ને હુંય કેમ ભૂલી શકીશ એક જીવનમાં

  5. મજાની ગઝલનો ખુબ મજાનો શેર…અભિનંદન !

    સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
    મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

  6. ખૂબ સુંદર ગઝલનો આ શે’ર વધુ ગમ્યો, જે તસ્વીરને પણ સાર્થક કરે છે!

    સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
    મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે!

    સુધીર પટેલ.

  7. વસંતના વાયરા જેવી સરસ અને ગુલમહોરના રંગ જેવી માદક માદક અસર કરાવતી આ ગઝલ માટે શ્રી હિતેનભાઈને અભિનદન અને આપનો આભાર………………..

  8. અમને મળી આજે ગુલમ્હોરી સવાર..બહુ સરસ છે ગઝલ ના શબ્દો..
    બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
    કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે….વાહ આજે તો બહુ મજા પડી ગઈ…!!! આભાર જયશ્રીબેન.

  9. ગુલમ્હોર ગર તુમ્હારા નામ હોતા મોસ્મે ગુલ્કો ખિલાનાભી તુમ્હાર કામ હોતા..
    ઉન્હેં કભી મિલેંભી ન થે ઔર નામ જુબાં પર આ ગયા,
    નજરેં મિલીભી ન થી કે બસ ઉન પર દિલ આ ગયા,
    સોચા થા દિલકે ધડકને પર જીન્દા હો ગયે,
    ઘાયલ નહીં હુવે પર મર હી ગયે,
    યાદેં બની ઔર વક્ત થમ ગયા,
    વો ક્યા આયે જ્ન્ન્તે નજારા હો ગયા,
    પાંવ કે નિશાં બન ગયે દિલકી જમીં પે,
    દિલબર(ગુલમ્હોર) તુમ્હારે પ્યારમે હમ સંવરને લગે….
    રેખા શુક્લ(શિકાગો)

  10. વાહ… શું વાત છે..અતુલ ના ગુલમહોરની યાદ આવી ગઈ.

  11. શુ વાતછે જયશ્રિ બેન ? હમણાતો આપ વસન્તના રન્ગોથી રન્ગાઈ ગયાછોને! અને અમને પણ એ

    રન્ગોમા ભીજવી રહ્યાછો સાથે કેસૂડો અને ગુલમહોરના આકર્ષક ચિત્રો મૂકીને તો વસન્તને પૂરબહારમા

    ખીલવી દીધી છે.ીકવાર સવારમા ટહુકો સાભળ્યા પછી આખો દિવસ મનમા ટહુકાઓજ ગુજ્યાકરેછે.

    ખરેખર વસન્ત એટલે વસન્તજ એનો કોઇ વિકલ્પજ નહી. આભાર

  12. ગુલ મહોર ની વાત આવે
    ને
    એક્ર ભમરો ગુલ્મહોર નું એક કાવ્ય ગુંજ્યા કરે

    કોયલડી જો ટહુક્યા કરે

    તો ભમરાનાં આ ગુંજન ન તો આવકાર મળે જ ને!!!

    ગુલમહોર

    કહેતી હોય તો આપણ બન્ને
    રમીયે ખોટું ખોટું
    તું ઊભે ગુલ્મ્હોર નીચે ને
    હું ખેંચી લઉં ફોટું

    ફોટો માં પાનેતર આવે તેની પાછળ કમખો
    કમખા પાછળ તું ઊભે તો હરખે મારો મનખો.
    મનખો તો વિતી જવાનો જેમ વિતે ચોઘડિયા
    ફૂલ ખિલ્યા તે ખરી જવાનાં પાછળ રહેશે થડિયા

    થડિયા છાની વાત કરે છે આ બે માણસ ઘેલાં
    અંદર અંદર હોડ બકે છે કોણ મરશે પહેલાં

    કહેનારાં છો કહ્યાં કરે કે પ્રિત ન કરીઓ કોઈ

    ———-
    પ્રિત નગરનાં પારેવાનાં મધ મીઠા કલશોરે
    કોળે પાછો થડિયા ને ફૂલ ખીલે ગુલમ્હોરે
    એ ગુલ મ્હોર નીચે ઊભે તો હું ખેંચી લઉં ફોટુ
    કહેતી હોય તો આપણ બન્ને રમીયે ખોટું ખોટું
    તું ઊભે ગુલ મ્હોર નીચેને

    હું ખેંચી લઉં ફોટું

    વર્ષો પહેલાં કાવ્ય વાંચ્યું હતું
    સ્મૃતિ નાં આધારે લખું છે
    ભૂલ ક્ષમસ્વ
    કવિનું નામ કોઈને ખબર હોય તો મઝા પડી જાય

    બીના ગાંધી કાનાણી (અપરાજિતા)

  13. ખુબ સરસ.

    આ ગઝલે મારા શહેરની વરસાદી સવારને ગુલમહોરી બનાવી દીધી.

  14. શ્રી જયશ્રી બહેન,

    ગુજરતી કાવ્યો, ગઝલો, હાઈકુ,શેર શાયરી તમને મોકલવા માગું છુ તો આપનું ઈ મેઈલ શ્ર્નામું મોકલવા વિનંતી,

    ડો કોટક

  15. સરસ કવિતા ગુલમહોર ને સન્ત નિ સાથે વાહ બહુ મજા પડિ

  16. જયશ્રીબેન, ખુબ આનંદ આવે છે આવા મધુર ગીતો સાંભળીને.
    મારી ભાણી યુ.એસ.એ મા છે. અને એને શ્યામલ્-સૌમિલભાઈનુ મેઘધનુષના ગીતો સાભળવા હતા અને મે સી.ડી ખરીદી મોકલી આપ્યા. પણ જો તમે એમાથી કોઈ બાલગીત મુકો તો ઘણી બધી ભાણીઓ (દીકરીઓ) સાંભળી શકે.

    આભાર

  17. ..”મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.”
    વાહ અત્યન્ત સુન્દર.
    જયશ્રી બહેન – ખુબ ખુબ આભાર

  18. વસંત મળે !
    અમને તો આજે એક ગુલમ્હોરી ગઝલ મળી !
    એકેએક શેરના કલ્પનો વસંત ઓઢીને આવ્યા હોય એમ લાગે છે.
    કવિને વાસંતી અભિનંદન !

  19. ખુબજ સરસ સુન્દર…
    રચના પણ એટલી જ સરસ અને સુન્દર,
    લાગ્યુ કે ઘર માં જ વસન્ત આવી ગઈ.

  20. હવે તો પેર્બિદિદ્યા ગય ને એ મૈલ અવિ તોય બાગ બાગ થવાય એવા રન્ગ તો મલ્ય ગઝલ મ

    ખુબ ખુબ સુન્દેર રચના ,

  21. “vahe to tahuka vahe…matra koyalna….”kaviye aaj shabdo ma ghanuj kahi nakhyun chhe….!! Chi Jayshreeben ne vinanti ke amone aap kyare guide karsho? aapni “TAHUKO.COM” ma ghana vakhat pahela “koyal no tahuko…sambhalyo hato…ame khub shodhyo parantu archieves ma …malto nathi…krupya link mokalsho..ane aaj samaye koyal no tahukar manvano samay chhe…jarurthi mu8kavjo…please..ame rah joi rahya chhiye…today the time is 12 midnight and tahuko …must be heard by tomorrow…!! is our request please…JSK

  22. ગુજરાતિ ગઝલ એ મરો પ્રિય વિસય..I really enjoy to read this gujarati kavita..

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *