અજંપાનું ફૂલ – ગની દહીંવાળા

આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
********

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

–ગની દહીંવાળા

(આભાર – લયસ્તરો.કોમ)

9 replies on “અજંપાનું ફૂલ – ગની દહીંવાળા”

  1. it is heart touching beautiful poetry of a lonely sad love desiring loving soul…………….

  2. i am fond of gujarati garaba songs.the words and the music given to it is refreshing.it changes my mind from anger to peace.when ever i feel sad or angry i listen to garba songs.and all of a sudden i feel so exciting and happy.can you please send me some garba songs in achal mehta’s voice? please? thank you very much.

  3. ગનીચાચાની પુણ્યતિથિનએ શ્રધ્ધાંજલી
    ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
    ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

    પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
    મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
    વાહ્

  4. Nice Sher..

    કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
    તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

  5. ગનીચાચા ની આટલી સુંદર રચના મુકવા બદલ ખૂબખૂબ આભાર.વર્ષો પહેલાંમારા પપ્પા પાસેથી તેમની ગનીચાચા સાથે થયેલી વાતો તેઓ અમોને કરતા, તેમની રચનાઓ વિષે ઘણું બધુ જાણ્વા મળ્યું હતું. આજે ફરી એ વાતો તાજી થઈ ગઈ.

  6. Dear Jaishree,

    Today I have visited this site after a long time, and could not leave even after spending more than 3 Hrs.. Its like ” Dharav thato j nathi ”

    Can you put some thing frm Shekhadam Aabuwala and Aadil Mansuri…My personal favorites..

    Thaks a lot for giving such wonderful opportunity to us.
    God bless You.

  7. ખુબ સરસ રચના ને શબ્દોની ગુંથવણી ગજબની ને હ્રદયસ્પર્શી ભાષા ….બહુજ ગમી આ ગઝલ..!!!

    ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
    ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

    સાવ સરળ વાત અહીં રજુ કરી ગયા..

  8. બહૌ જ સરસ વાત , સર સ રજુવાત , કવિ , દિલ્નિ અજ્મ્પા નિ વાત , આભાર , જય્શ્રેી બેન , અને અભિનદન્દ ……….

Leave a Reply to Madan Dave Cancel reply

Your email address will not be published. Required fields are marked *