અજંપાનું ફૂલ – ગની દહીંવાળા

આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
********

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

–ગની દહીંવાળા

(આભાર – લયસ્તરો.કોમ)

9 replies on “અજંપાનું ફૂલ – ગની દહીંવાળા”

 1. બહૌ જ સરસ વાત , સર સ રજુવાત , કવિ , દિલ્નિ અજ્મ્પા નિ વાત , આભાર , જય્શ્રેી બેન , અને અભિનદન્દ ……….

 2. Rekha Shukla (chicago) says:

  ખુબ સરસ રચના ને શબ્દોની ગુંથવણી ગજબની ને હ્રદયસ્પર્શી ભાષા ….બહુજ ગમી આ ગઝલ..!!!

  ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
  ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

  સાવ સરળ વાત અહીં રજુ કરી ગયા..

 3. Madan Dave says:

  Dear Jaishree,

  Today I have visited this site after a long time, and could not leave even after spending more than 3 Hrs.. Its like ” Dharav thato j nathi ”

  Can you put some thing frm Shekhadam Aabuwala and Aadil Mansuri…My personal favorites..

  Thaks a lot for giving such wonderful opportunity to us.
  God bless You.

 4. ગનીચાચાને પુણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી

 5. chandralekha says:

  ગનીચાચા ની આટલી સુંદર રચના મુકવા બદલ ખૂબખૂબ આભાર.વર્ષો પહેલાંમારા પપ્પા પાસેથી તેમની ગનીચાચા સાથે થયેલી વાતો તેઓ અમોને કરતા, તેમની રચનાઓ વિષે ઘણું બધુ જાણ્વા મળ્યું હતું. આજે ફરી એ વાતો તાજી થઈ ગઈ.

 6. haresh says:

  Nice Sher..

  કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
  તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

 7. pragnaju says:

  ગનીચાચાની પુણ્યતિથિનએ શ્રધ્ધાંજલી
  ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
  ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

  પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
  મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
  વાહ્

 8. Mallika mehta says:

  i am fond of gujarati garaba songs.the words and the music given to it is refreshing.it changes my mind from anger to peace.when ever i feel sad or angry i listen to garba songs.and all of a sudden i feel so exciting and happy.can you please send me some garba songs in achal mehta’s voice? please? thank you very much.

 9. Ganpat R Pandya says:

  it is heart touching beautiful poetry of a lonely sad love desiring loving soul…………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *