મને કેર કાંટો વાગ્યો…

નાનપણથી આ ગીત સાંભળતી આવી છું – પણ શરૂઆતમાં તો આ ગીત ‘કેડ કાંટો વાગ્યો’ એવું જ સંભળાતું..! અને ત્યારે પ્રશ્ન પણ થતો – કાંટો પગમાં વાગે એ સમજ્યા, આ કેડમાં કાંટો વાગે એ ગજબ ના કહેવાય?

અને ઘણા વખત પછી ખબર પડી કે ‘કેર’ કે ‘કેરડું’ એ એક પ્રકારનો છોડ છે.. (કોઇ પાસે એનો ફોટો હોય તો મોકલશો?) ‘કેર’ વિષે વધુ વાંચો લેક્સિકોન પર – અને સાંભળો આ મઝાનું લોકગીત..(કે પછી લોકગીત જેટલું લોકપ્રિય બનેલું ગીત?)

સ્વર – ?

ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે ઘરમાંથી ઘંટીઓ કઢાવો
મને લહેરક લહેરક થાય રે લહેરાકે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે સુરતની સાડીઓ મંગાવો
એ સાડીઓ ફડાવો, એના પાટા બંધાવો
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે ઘરમાંથી ખાણીયા કઢાવો
મને ધમક ધમક થાય રે ધમકારે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

( આભાર – માવજીભાઈ.કોમ)

15 replies on “મને કેર કાંટો વાગ્યો…”

  1. સુંદર ગીત
    સંભાળવા નિ મજા આવી ગઈ.
    કેર નો છોડ કાંટા વાળો અને રણ વિસ્તાર માં વધારે જોવા મળે છે, તેના પર આવેલ કેરડા નું અથાણું બને છે, અમે નાના હતા ત્યારે પાક્કા લાલ કલરના કેરડા ને ‘પીચુ’ ના નામે ઓળખતા, કેટલાક તે ખાતા પણ,
    કેર નો ફોટો
    https://lh6.googleusercontent.com/-CIW5dH1iOZA/VDgXKNXdESI/AAAAAAAAE1E/KXPGWAG_lp8/s640/1411207213698.jpg
    ઉપર મુક્યો છે

  2. મારે આ ભજન ના બોલ જોએ ચે.
    લિધિ રે વિદાય બગદાના બાપ નિ રે,
    મહેરબાનિ કરિ ને આ ના બોલ મોકલિ આપો.

  3. મને કેર કાન્તો વાગ્યો

    અદ્ ભુત
    મનને પ્રફુલ્લ થઇ ગયુ

    જગશિ શાહ
    વિલેપારલા – મુમ્બઇ

  4. અત્યંત ભાવવાહી ગીત અને એવોજ મદમસ્ત્ કંઠ અને ફાંકડું સંગીત.અવાજ કૌમુદી મુંનશીનો તો નથીને? મને એવુ કેમ લાગે ? ગીતા દત્ત પણ હોય્.

    લોક ગીત ફિલમમાં લેવાય તેથીતે સહેજ પણ વામણું નથી બનતું.ફિલમના માધ્યમ દ્વારા એ કરોડો લોકો સુધી પુગે છે.કરોડો માણી શકે છે.લોક ગીત લોકોનું માનીતું બને ત્યારેજ તે ફીલ્મમા લેવાતું હોય છે.”મણીયારો હલુ હલુ થૈ રીયો”ને યાદ કરો.૧૯૭૫માં જો એ ફીલ્મમા પ્રફુલ્ દવે એ ન ગાયું હોત તો આટલું લોક્ભોગ્ય બન્યુ હોત એ લોકગીત્?
    મારી તો આજે પરોઢ સુધરી ગઈ જયશ્રીબેન્,,,.તમને ઘણી ખમ્મા! લગે રહો જયશ્રીબેન !!

  5. આ લોક્ગેીત , ને લોક્ગેીત રહેવા દો , કોઇ ફિલ્મ ના નામ , ન આપો, ગુજ્રરાતિ લોક્સહિત્ય નો અમુલ્ય વાર્સો , કૌશિસ , કરો સક્ય હોઇયતો , નહિતો ફિલ્મિ સન્ગેીત તો …………….આબ્ભઅર , જય્શ્રેી બેન આ તમારિ મહેન્ત બહુજ દાદ માન્ગે ….ભિઅન્દદન .

  6. આ ગેીતની લિક ઉપરથી વઁચાયુઁ છે કે
    સ્વર દીના ગાઁધર્વનો છે.કેરડાઁનુઁ તો
    અથાણુઁ બજારમાઁ અહીઁ પણ મળે છે.
    ગેીત જાણીતુઁ ને સરસ છે.આભાર !

  7. મારુ આ ફેવરીટ ગીત…હોઠ પર હંમેશા ગણગણતુ રહે છે.અરે આજે તો મજા પડી ગઈ…પણ આજે મહાશિવરાત્રીને દિવસે તો મને યાદ આવે તે ગીત મુક્યુ હોત તો …”બનારસ” પિક્ચર ન જોયુ હોત તો આ ગીતના પ્રેમમા ન પડી હોત..શબ્દો છે..!!
    પુરબસે જબ સુરજ નીકલે સિંદુરી ઘન છાયે ,પવન કે પગમે નુપુર બાજે મયુર મન મોરા ગાયે…મન મોરા ગાયે..ઓમ નમઃ શિવાય..ઓમ નમઃ શિવાય..ઓ…મ નમઃશિવાય.!!!

  8. લોકગીતના હ્રુદયસ્પર્શી શબ્દો અને મધુરી ગાયકી
    હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
    એ તો ધબ્બક ધબ્બક થાય રે
    ધબકારે જીવ મારો જાય રે
    મને કેર કાંટો…
    આ ગાવાની કરતા અનુભવવાની વાત્

    જેમ સમય પસાર થતો જાય છે તેમ તેના શ્વાસની ગતિ વધે છે. કાયા, હૈયું અને. એને પરિણામે એના ધબકાર હાંફવા લાગે છે. સાજનને મળવાની તાલાવેલીમાં. એના પગ રોક્યા રોકાતા … તપ્યો છે, નાયિકાનો જીવ થાકીને લોથપોથ થઈ ગયો છે. અંતે આવે છે સૂરજના. ડૂબવાની ઘડી ! … આ એવા રે ફફડે રે મારાં આ કાળજાં. ચૂંદડી ને નારિયેળ ખારેક ને સિંદૂર જો…

  9. સ્વર ગીતા દત્તનો છે.આ પ્રખ્યાત લોકગીત જુદી જુદી ફિલ્મોમાં જુદા જુદા સ્વરમાં રજૂ થયું છે. ‘ભ્રષ્ટાચાર મુર્દાબાદ’ ફિલ્મમાં આ ગીત ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં રજૂ થયું હતું, તો ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મમાં પણ આ ગીત નવા સ્વરમાં ગવાયું છે. આ ગીતની કેટલીક પંક્તિઓ.

    હો રાજ રે, વડોદરાથી વૈદડાં તેડાવો, મને લ્હેરક લ્હેરક થાય રે,
    લ્હેકારે જીવડો જાય રે, મને કેર કાંટો વાગ્યો.

    ગોરાંદે રે, વાટકીમાં હળદર ચંદન ઘોળું, હો તારા અંગે અંગે ચોળું,
    એમાં વાહલિયા નીત ઘોળું, મને અમથો નેડો લાગ્યો.

    હો રાજ રે, ચંદનના લેપ છે ખોટા, મને દરદ ક્યાં છે મોટા,
    મને ધબક ધબક થાય રે, ધબકારે જીવડો જાય રે
    મને કેર કાંટો વાગ્યો.

    ગોરાંદે રે, દોરાંદે તમારે આખું આયખું ચપટીમા ઓવારું,
    લાગ્યું નજરું હું ઉતારું, તમને નેણ કાંટો વાગ્યો.

    હો રાજ રે !
    ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
    આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

    હો રાજ રે !
    ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
    મને કેર કાંટો વાગ્યો.

    હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો ,રાંધણિયે ધુમાડા થાય રે
    ધુમાડે જીવ મારો જાય રે
    મને કેર કાંટો વાગ્યો.

    હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો,એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
    ઘમકારે જીવ મારો જાય રે
    મને કેર કાંટો વાગ્યો.
    હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો ,એ તો ધબ્બક ધબ્બક થાય રે
    ધબકારે જીવ મારો જાય રે
    મને કેર કાંટો વાગ્યો.
    હો રાજ રે !
    સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
    મને કેર કાંટો વાગ્યો.

    હો રાજ રે !
    નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
    મને કેર કાંટો વાગ્યો.

    હો રાજ રે !
    ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
    મને કેર કાંટો વાગ્યો.

  10. અન્ય શબ્દો “વડોદરાથી વૈધ તેડાવો……” આ લોક્ગીતમા સાભળેલા છે.

Leave a Reply to anu panchal Cancel reply

Your email address will not be published. Required fields are marked *