મધુમાસ -પ્રિયકાન્ત મણિયાર

આયો,  આયો  મધુર  મધુમાસ !

કુંજ  કુંજમાં   કોકિલ બોલે,
ફૂલ  ફૂલ પર  ભમરા ડોલે,
કળી કળી અંતર મૃદુ ખોલે,
લહર લહરમાં રાસ !
આયો  મધુર  મધુમાસ !

મંજરીએ દિશ દિશ ઊભરાઈ,
સુરભી અનિલે નહીં સમાઈ,
મનની  મ્હેકી રહી અમરાઈ,
પલકે પ્રણય પ્રકાશ !
આયો  મધુર  મધુમાસ !

– પ્રિયકાન્ત મણિયાર

2 replies on “મધુમાસ -પ્રિયકાન્ત મણિયાર”

 1. આજ કવિને મૌસમ આગ્મન ગમે , મને અને તમોને સઅહુએ આ મૌસમ ને વધાવે તો જ આઆ નદ આવે………………..આભાર ………………………..

 2. pragnaju says:

  મંજરીએ દિશ દિશ ઊભરાઈ,
  સુરભી અનિલે નહીં સમાઈ,
  મનની મ્હેકી રહી અમરાઈ,
  પલકે પ્રણય પ્રકાશ !
  આયો મધુર મધુમાસ
  અ દ ભૂ ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *