મારી ભાષાએ રંગ રાખ્યો છે – રઇશ મનીઆર

થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.

થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.

મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.

મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.

હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

2 replies on “મારી ભાષાએ રંગ રાખ્યો છે – રઇશ મનીઆર”

  1. રગથી પર છે મોન મારુ રઈશ
    ટહૂકાએ રગ રાખ્યો છે———–

Leave a Reply to ashalata Cancel reply

Your email address will not be published. Required fields are marked *