કીડી સમી ક્ષણો…. – રાજેન્દ્ર શુકલ

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ ગઝલ આપે પહેલા એમના જ સ્વરમાં અહિં સાંભળી હશે. આજે ફરી એકવાર મોકો આપી દઉં આ ગઝલ સાંભળવાનો – કવિના પોતાના અવાજમાં, અને સાથે None Other Than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકનમાં..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે..... June 2, 2012 - San Francisco

********

Posted on November 9, 2007

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આજે ટહુકો પર કંઇક નવું…!! કવિના પોતાના સ્વરમાં એમની રચના… ઘણા વખતથી ઇચ્છા હતી, કે મારા જેવા ઘણાએ કવિ સંમેલનો વિષે સાંભળ્યું જ છે, એમને ઘરે બેઠા કવિ સંમેલનમાં લઇ જવા છે. તો એ કામની શરૂઆત આજથી. આખુ કવિ સંમેલન તો નહીં, પણ એની એક ઝલક તરીકે – કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લની આ ગઝલ – એમના જ સ્વરમાં…

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

.

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

હર શ્વાસ જ્યાં જઇને ઉછ્વાશને મળે છે
સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે ?

– રાજેન્દ્ર શુકલ

18 replies on “કીડી સમી ક્ષણો…. – રાજેન્દ્ર શુકલ”

  1. rajendrabhainu khubaj gahan kavya ya gazal adbhuta chhe.jivanani nanamanani kshana ne shu uplabdhi hoi shake ane teni sathe pratyek swasani khabar rakhata rajendrabhai vishe nano manas shu abhipray aapi shake?ghani vakhat durdarshan par sambhalya chhe.
    “aishwariy shrushty ma manavi-ma-navinu shu gaju?
    aabhar.

  2. લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
    શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

    અદભુત ને સ-રસ..!!

  3. શ્રેી પ્રગ્નાજુ ઃ મહેર્ર્બાનેી કરેી આ રચના સમજાવો.

  4. સાંભળી ને ખુબજ આનંદ થયો ….અદ્વિતીય અનુભવ….

  5. aa rachana vasantiben khandekar na swar ma khoob saras gavaee chhe tarj koni chhe te khyal nathi

  6. આ ગઝલ ઘણી વખત વાંચી હતી. આજે પહેલી વાર શ્રી રાજેન્દ્ર શુક્લનાં અવાજમાં સાંભળી. એક અલગ જ અનુભવ.

  7. રાજેન્દ્ર શુક્લની કવિતા એટલે ગુજારાતી ભાષાનાં અર્વાચિન નરસિંહ મહેતાની કવિતા… તમારી વેબસાઈડ ઉપર સાંભળવા મળી તો ખૂબ આનંદ થઈ ગયો.. તેમના બીજા કાવ્યો પણ અહીં જોવા મળે તેવી આશા સાથે.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

  8. રાજેન્દ્ર શુક્લની કવિતા એટલે ગુજારાતી ભાષાનાં અર્વાચિન નરસિંહ મહેતાની કવિતા… તમારી વેબસાઈડ ઉપર સાંભળવા મળી તો ખૂબ આનંદ થઈ ગયો.. તેમના બીજા કાવ્યો પણ અહીં જોવા મળે તેવી આશા સાથે.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

  9. શમના મા ચુતેલુ મોગરા નુ એક ફુલ પાનેતર પે’રે પરોધ મા

Leave a Reply to Rekha shukla(Chicago) Cancel reply

Your email address will not be published. Required fields are marked *