ઉન્માદનો મહિમા – મુકુલ ચોક્સી

ભલે આજે નહીં સમજે કોઈ ઉન્માદનો મહિમા.
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા,

અલગ છે શબ્દનો મહિમા અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

મુકુલ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

-મુકુલ ચોક્સી

9 replies on “ઉન્માદનો મહિમા – મુકુલ ચોક્સી”

  1. jayshriben, please, kabutaro nu ghu… ghu… ghu…
    chakka bole chi…chi…chi… e geet muksho? ghana samay thi shodhi rahi chho….

  2. મુકુલ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
    ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

    બહુ જ સુન્દર

  3. .

    વાહ મુકુલભાઈ,

    બહુજ સરસ ગઝલ. ‘દ’નો પ્રાસ બહુજ સરસ રીતે ગોઠવાયો છે.

    ઉન્માદ્,વરસાદ,નાદ, સવાદ્,યાદ ,ફરિયાદ્ દાદમા ઉન્માદનો મહિમા ઔર વધી જાય છે.યાદની સાથે

    –” તુઝસેતો તેરી યાદ અચ્છી હૈ, તુ આતી હૈ ચલી જાતી હૈ,વો આતી હૈ ચલી નહી જાતી”.

    અને પ્રણયની વેદના સાથે–“ફૂલોને જો કાટા ન હોતતો ફૂલોની દુનિયાને સલામત કોણ રાખત,

    પ્રણયમા જો વિરહ ન હોતતો આખોની પાપણો પર આસુની ઇમારત

    કોણ રચત?”

  4. પ્રણયની વેદનામાં વેદનાનું દુખ નથી હોતું,
    અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

    જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
    નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

    યાદ ની વાત આવી એટલે મારી રચના મુકુ છુ.

    ફરિ…યાદ ની ફરિયાદ…!!!
    પરિમલ બાગની મ્હેક રહી શ્વાસમા અમારી,
    ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી,
    છુપાતી લુપાતી રહી યાદ દિલમા અમારી,
    કાયાના કટકા કરો ભળી લોહીમા યાદ તમારી,
    યાદ કરીને વિચાર તો ફરિયાદ નથી અમારી,
    સુની આ જીન્દગી અકારી બને ન તમારી,
    પવિત્ર બન્ધને બન્ધાયેલી છુટશે આત્મા અમારી,
    ભુલીને પણ આવીએ યાદ ફરિયાદ રહી તમારી,
    ખરેલી પાન્દડીઓ મા પણ છબી જુઓ અમારી,
    ફરિયાદ સામે આજ ફરિ…યાદ રહી તમારી.
    રેખા શુક્લ (શિકાગો)

  5. અલગ છે શબ્દનો મહિમા અલગ છે નાદનો મહિમા,
    છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

    મુકુલભાઈ ની સરસ રચના નો મહિમા…!!!

Leave a Reply to jayesh rajvir Cancel reply

Your email address will not be published. Required fields are marked *