લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા.. – એષા દાદાવાળા

એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

26 replies on “લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા.. – એષા દાદાવાળા”

  1. સુંદર પંક્તિની સુંદર રજૂઆત છે, મન ના મોતીડા ને એક માળા માં પરોવવાની કળા છે, આ જીવન.

  2. ભુતકાલનેી યાદ આવેી ગઇ.
    સરસ રચના.ભાવિ યુગલને સમર્પન્.

  3. એષા દાદાવાલાનો ઘણો મોડો એવો મારો આ લગ્નની વર્ષગાંઠની રચનાને માણવા સાથે પહેલો પરિચય …પ્રથમ પરિચયે સલામ…અભિનંદન ..અને ઢેર સારી શુભકામના …

  4. Let there be a garden full of flowers at the LEFT…for ever…and, both of you have time to enjoy the fragrance.

  5. જે વિવેકભાઈએ કહ્યું તેમાં હું મારો સૂર પુરાવું છું.Well-written,Esha.

  6. સરસ,વિચારો નો ફકરો. વચ્ચે વચ્ચે ગમે ત્યા enter મારી, ને બને તે કવિતા.
    રમેશ પારેખ સાહેબ ની કવિતાઓ થી પુરક રચનાઓ હોય એવી રચનાઓ ને કવિતા કહેવાની ભુલ નથી કરી.

    પણ તોય બધા બોલે એટલે “ખુબ સરસ” બોલવુ રહ્યુ. એમ પણ આપણે ભારતીયો analysis કરતા અનુકરણ માટે વધુ જાણીતા છે.
    “જય હો”….ભલે ને પછી કશુ ના હો”

  7. પ્રાસંગિક કવિતા… થોડા સમયમાં આ કવિતા એષાને પણ ભેટ આપી શકાય એવી શક્યતા છે…

    એષાને હમણાં જ કવિ શ્રી રાવજી પટેલ પુરસ્કાર એનાયત થયો છે અને એકાદ-બે દિવસમાં મોરારી બાપુને હાથે આ પુરસ્કાર આપવામાં આવશે… એષાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

  8. સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
    બે જણ સાથે હોય
    એ પ્રત્યેક પળે
    શરીરની ડાબી બાજુએ
    એકાદું ફૂલ ઉગતું જ હોય છે
    અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

    ખૂબ સરસ

  9. અહીં લગ્ન એનીવર્સરીની વાત આવી એટલે ૨૫ મી લગ્નતિથિ પર લખેલી તે રજુ કરુ છુ…

    આજના અલ્બમમાં ગઈકાલની યાદો….!!

    લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન, ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઊ મગ્ન,
    પચ્ચીસ ગુલાબના ફુલો હસે છે ફુલદાની માં,વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં,

    નજર મેળે મળે ને હાથેથી મોટા ફુલ ચુંટે, ફરૂં પડખું તોય મારૂં સ્વપ્નું ન તુટે,
    પેટ ભરી ને કરીશું વાતું તોય વાતુ ન ખુટે, ભુલામણી છે આંખો મુજને બસ નજરથી લુંટે…..
    રેખા શુક્લ( શિકાગો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *