ફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક

( ઝૂલતી રાતી ઝૂલ….  Photo: Vivek Tailor)

અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

પંચમ સૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યા, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એના અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

– હરિકૃષ્ણ પાઠક

4 replies on “ફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક”

 1. Rekha Shukla says:

  ઉડતી પીળી પામરી..ઝુલતી રાતી ઝુલ..પંચમ સુર રેલાવે કોકિલ…પરખ્યાં કોણે મુલ્..ફુલ તો એની ફોરમ ઢાળી રાજી..ટહુકે આવે કેસુડા ના cool ફુલ..!!! just lovely..!!!

 2. જોદિઆ પાવ્વા નિ વાતો ખરેખર તો સહુ ભુલિ ગયા , કોઇકિલ્નિ યાદો ….બહુજ સરસ સબ્દન્કાન ………….

 3. vimala says:

  દિલભાવન.ફૂલ ખીલેને મહેકે એતો માન્યુ,અહિ તો
  કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ …
  એના અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
  સુન્દર ,બહુ સુન્દર…

 4. rita shah says:

  ઝુલતી રાતી ઝુલ. ફુલ ફુટયા છે કેસુઙાના ફુલ.
  અતિસુંદર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *