બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

સ્વર – સ્વરાંકન : સોલી કાપડિયા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

( આભાર – પ્રભાતના પુષ્પો)

10 replies on “બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા”

  1. આ રચના અનાર કઠિયારાના કંઠે સાંભળેલી. એ તરજ વધારે પ્રભાવક લાગી છે. આ તરજમાં ગીતના ભાવ સાથે ગાયકના ભાવને કોઈ જ મેળ ખાતો નથી.

  2. bhagvtikakani koipan rchna mne bhu j gme chhe.ane tema manjira to bhu j gme . gme tetlivar sambhdu to pan man nthi bhratu. soli kapdiya tema char chand lgavya chhe.

  3. સ્વરકાર સોલીના લાઈવ પોગ્રામમા ગાંધીસ્મૃતી હોલ, સુરતમા સાંભળી હતી ફરીથી આજે આનંદ થઈ ગયો, આભાર………..

  4. આ રચના પ્રથમવાર નવસારીમાં જ્યારે પરિષદ યોજાઈ, અને આદરણીય શ્રી ભગવતીકુમાર શર્મા સાહેબને પ્રમુખ પદે નિયુક્ત કરવામાઁ આવ્યા ત્યારે સાઁભળેલી… અત્યત સુંદર રચના છે અને એ સમયે પ્રસ્તુતી પણ એટલી જ સુંદર થયેલી…આજે આ રચના ટહુકો પર માણવા મળી ફરી ફરી આનંદ વ્યક્ત કરું છું….

  5. અભિનંદન, આભાર. અતિસંદર નવિન ભજન સાંભળવા સાથ શબ્દો વાંચી ગાવાની મઝા માણી.
    કાંતિલાલ પરમાર
    હીચીન

Leave a Reply to Chaula Cancel reply

Your email address will not be published. Required fields are marked *