ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

હું છું દીવો - રવીન્દ્ર પારેખ

હું છું દીવો -
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો…

હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બહાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો…
હું છું દીવો -

હું જાણે એક નૌકા છું ને મારી બહાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો…
હું છું દીવો -
 

એક વર્ષ પહેલા : હું જ છું મારી શિલ્પી

1 comment to હું છું દીવો - રવીન્દ્ર પારેખ

  1. sachin patel
    November 8th, 2007 at 3:50 pm

    સરસ કવિતા……….

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>