મારી બલ્લા – હરીન્દ્ર દવે

એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.

નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી
હવે હોઠને તો હસવાથી કામ.

હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.

રાધાનું નામ એક સાચું,
ઓધાજી બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનો કે કોઇ
અહીં વારેવારે બદલે ના નામ.

એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

– હરીન્દ્ર દવે

7 replies on “મારી બલ્લા – હરીન્દ્ર દવે”

  1. ગીત ગાવાની પણ મજા અનહદ.સુપર રચના. આહા

  2. wow! This is priceless. આ ગીત હું ઓછામાં ઓછા ૨ વર્ષથી શોધતી હતી અને આજે નસીબે યારી આપી. સ્કૂલ ટીચરે વર્ષો પહેલાં શીખડાવ્યું હતું આ. તા.ક. એ ટીચરનું પોતાનું ગાયેલું એક ગીત પણ અહીં ટહુકો પર છે. એમનું નામ અનંત વ્યાસ. 🙂 થેન્ક યુ જયશ્રી બહેન!

  3. રજુવત ; હરિન્દ્ર ભૈ જ આ વિ સરસ ર્જુ કરિ , ક્રિશ્ન પ્રેમ્નો મહિમા , વધુ કસુજ નહિ , આબ્ભાર ……જય્શ્રેી બેન , આ ના જેવિજ રજુવત કર્ત્ર રહો , હર્દિક સુભચા…..

Leave a Reply to VIBHU JOSHI Cancel reply

Your email address will not be published. Required fields are marked *