એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ

શંકર મહાદેવનનાં મસ્તીભર્યા મોહક સ્વરે આ ગીતને જાણે ચાર ચાંદ લગાવી દીધા હોય એવું નથી લાગતું?!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: શંકર મહાદેવન

girl_on_swing-light.jpg
(ફળિયાના હીંચકે, એક છોકરી…)

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

-રમેશ પારેખ

* * *

આભાર – ઊર્મિસાગર.કોમ

26 replies on “એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ”

  1. કયા બાત સુર મધુર સંગીતની સાથે મજા આવી ગઇ

  2. નામ કોનું રૂમાલ મા આ છોકરી એ ભર્યુ છે. આ અંતરો ખુબજ સરસ છે.

  3. મને આમ પન્ન ગુજરતિ બહુ જ ગમે છએ અને આ ગિત તો બહુ જ સરસ

  4. ખુબ મજા અવી ….શન્કર સાહેબ નો અવજ એતલે…ખુબ મજા ની રચના

  5. હસ્તાક્ષર આલ્બમની બધી રચનાઓ ફરી ફરી માણવાનો આનદ કાયમી હોય છે………આભાર

  6. બહુજ સરસ. રમેશ પારેખના ભાવસભર શબ્દો અને શન્કર માહાદેવનનો સ્વર. સ્વર અને

    શબ્દનો સુભગ સમન્વય થાય પછી તો ગીતની મઝા કઈ ઓરજ હોયને. ટ્હુકો ન હોતતો

    આવા નવા અને મધૂર ગીતો ક્યાથી સાભળવા મળત્?ખરેખર ટહુકો સન્ગીત પ્રેમિઓની રસરુચિને

    પોષવાનુ કામ કરે છે.

  7. ચુલબુલું અને નખરાળું ગીત ઘણીવાર સાંભળ્યું છે.

    શ્રી રમેશ પારેખની પરિકલ્પનાના પરિપાક રૂપે મળેલું ગીત શ્રી વિનોદ રાઠોડના સ્વરબધ્ધમાં
    ઉપલબ્ધ થાય તો ગીતને ચાર ચાંદ લાગી જાય..!!

  8. એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ નુ આ મજાનુ ગીત આજે સાંભળીને ફરીવાર આનંદ આવ્યો કેમકે જ્યારે શ્રી. શ્યામલ મુન્શી ,ને સૌમિલ મુન્શી ના મધુર સ્વરોમા આ ગીત શિકાગો આર્ટ સર્કલ મા સાંભળેલ ત્યારે આખું ઓડિયન્સ ઝુમતુ’તુ …એનો લ્હાવો રુબરુ શિકાગોના પ્રાંગણે મળ્યો હતો અને હવે ઘેર બેઠા ટહુકા દ્વારા મળ્યો…૨૦૧૧ ફેબ્રુઆરી ના મોન્સ્ટર સ્ટોર્મ મા પણ જાણે હુંફ મળી ગઈ…!!ગીત મુકવા માટે આભાર.

  9. Why Shankarmahadevan? Are there not any Gujarati Singers who can sing this song.There are many. All these years we have outsourced our Gujarati songs to Lata, Mukesh, Mohemad Rafi etc Of the lakhs Gujarati not a dozen were given chanceby our very own Awinash Vyas and Purshottamji. Now we have ShankarMahadeva and soon Shreya Ghoshal will come on sceane
    Be Gujarati and Promote Gujarati . Jay Garvi Gujarat

  10. Khoob Sunder!!!! Koni Prasansha Karu?

    Ramesh.parekhji ni Rachna ni?
    Shankarji na aawaj ni?
    kharekhar sur ane shabdono uttam samanvay. varam var sambhalva nu maan thai.

  11. ર.પા. ની રચના…અને શંકર મહાદેવન નો સ્વર…ઉપરાંત.બરાબર…appropriate ફોટો..
    કેના વખાણ કરૂ ?

  12. ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
    ગંભીરતામાં પડી ગયો ગોબો.
    સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
    કે જરા મોઢાઓ માંજો ને શોભો.

    કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
    એકલી બેસીને રોજ હીંચે
    શંકર મહાદેવન ના સ્વરમા વારંવાર
    ગણગણવું ગમે તેવું મધુરું ગીત
    યાદ
    નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
    નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
    અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
    દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
    નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
    જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

Leave a Reply to nilam jhaveri Cancel reply

Your email address will not be published. Required fields are marked *