ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી

થોડા દિવસ પહેલા ઉર્વિશ વસાવડાની ગઝલ – વૃક્ષ પડે છે ત્યારે... વાંચી હતી એ યાદ છે ને? તો એના જ અનુસંધાનમાં આજની આ ગઝલ.. કવિ મુકેશ જોષીની કલમને દાદ આપવાનું મન થાય એવી ગઝલ… વૃક્ષ પડે ત્યારે શું થાય એ તો ઉર્વિશભાઇની ગઝલ કહે છે.. પરંતુ એ વૃક્ષ જ્યારે કોઇ માનવીની કુહાડીને લીધે પડે ત્યારે?

ચલો આપણે જઇએ કવિ સાથે… ઝાડની ખબર કાઢવા..!!

સ્વર : કવિ મુકેશ જોષી

(એક કુહાડી ક્યાંક ઊઠી છે…. Sequoia National Park, CA – Sept 08)

* * * * * * *

.

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક ?
તરણાઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

– મુકેશ જોષી

16 replies on “ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી”

  1. સરસ ગઝલ, વૃક્ષની મનોવેદના અને માનવમનની લાક્ષણિક્તા વ્યક્ત કરતી વાત……………… આભાર………..

  2. Dear jayshree ,
    i’m a big fan of tahuko.com …
    u have done a wonderful job , for people who love all kind of songs , poems, lok geet and bhajan.
    My request to u is that if possible i would like to hear niranjan pandya and narayan swami …
    Also i have a lyrics for which the writer is unknown ….
    but i have heard by avadhud in my native place Limdi …
    i was very impressed , : Hajaron Mandiro ne mazjido chhe ,
    Hajaron warash thi chhe aa badhi prathanao ,
    Na shikho Manvi kahi dharma pase thi ,
    haju chhe manvi ne vaatanao ….
    Hajaron Warsh thi Mandir Majad na minare ,
    Khuda na lakh bandao , Ajano de chhe ,
    Ane tashdi de chhe….
    this is as far as i remember ….
    i would appriciate if u could find this poem/song
    and paste it on taahuko ….
    i’m sure there are many more as me ….
    THANK-U 🙂 bar bar waram war ,
    Jayesh Rawal

  3. બહુ જ સરસ, સચોટ અને દિલને અડકી જાય તેવી સુંદર કવિતા….

    સહજ જ લકડા ના ફરનીચર પર વ્હાલથી હાથ ફરી જાય તેવી કવિતા….

    • ફરી પાછું વૃક્ષ- સિતાંશુ યશશ્ચંદ્ર

      જૂના સમયના એ તપખીરિયા થડને
      હવે તો. ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી.
      ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
      ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
      અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
      સંભળાવતા રેડીઓને મૂકવાનું સ્ટેન્ડ – કૈ કેટલાયે કામની વસ્તુઓ.
      બનાવી લીધી હતી.
      જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.
      કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
      યાદે’ ય નથી આવતું કેવું હતું એ વૃક્ષ. – વૃક્ષ ?
      ૨મૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
      કે આ ટેબલ, ખુરશીઓ, મેજ, સ્ટેન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ
      આ બધું
      વળી જૂના સમયનું વૃક્ષ હતું ! મારાથી તો આજે
      કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.

      ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટરૂપે આવતા
      જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે
      ભ્રમણા થાય.
      કે
      આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
      કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
      ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું,
      કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
      અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કુંપળ ફૂટી,
      કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
      અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
      ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
      કે જૂના સમયના એ તપખીરિયા થડને
      હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
      ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું છે.

      (પાન ૪૩-૪૪)
      જૂન, ૧૯૭૦

      “ઓડિસ્યુસનું હલેસુ”.
      આર. આર. શેઠ કંપની.

  4. પહોંચી ગયો જંગલોમાં દવાદારુ સાથે,ઝાડની ખબર કાઢવા.
    જાનવરોએ મને ઓળખી લીધો ‘ને મારી ખબર લઈ લીધી.

    • ઝાડે માનવી ને લાકડું આપ્યું જેની માણસે કુહાડી બનાવી ને તે જ ઝાડ કાપ્યું!!
      જબરજસ્ત રચના, મુકેશભાઈ

Leave a Reply to Pancham Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *