પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે

વ્હાલી પૂર્ણિમાને… ખૂબ ખૂબ વ્હાલ સાથે.. !

તું તુલસીનો ક્યારો લાડકડી !

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – ?

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે

16 replies on “પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે”

  1. હૈયું હલાવી જાય, આંખ ભીંજાવી જાય તેવું કન્યાવિદાયનું સરસ ગીત છે. ગાયું છે પણ સરસ.

  2. હીબકાઁને હૈયામાઁ રૂઁધ્યાઁ,,,,,,,ને,,
    પારકાઁ કીધાઁ લાડકડી…..વાહ કવિ !
    વાહ ગાયિકાજી !આભાર બહેન-ભાઇ..

  3. થોડાક દિવસમા વહુ લૅવા જવુ છે ત્યારે સરસ અનુભુતિ કરાવી

  4. This very lilting composition with very rustic and expressive tune is by Rajat Dholakia,one of his early ones when he must have been very very young.

  5. પીઠી ચોળી- જુની યાદો તાજી કરાવી. ફરી ફરી સાંભળવુ ગમે એવુ ગીત. રાજ્શ્રી ત્રિવેદી

  6. મીઠી આવો લાડકડી !
    કેમ કહું જાઓ લાડકડી ?
    તું શાની સાપનો ભારો ?
    -તું તુલસીનો ક્યારો લાડકડી
    ખુબ જ સુન્દર આ રચના છે. સાચ્ચેજ રડાવિ ગયિ. દિકરિ તો મા -બાપ નો પ્રાળ છે , કેમ થિ છુટે???

  7. કન્યાવિદાયનુ સુમધુર ગીત વાંચતા વાંચતા રડાવી ગયું…!!!
    સોડમાં લીધાં લાડકડી !
    આંખભરી પીધાં લાડકડી !
    હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
    પારકાં કીધાં લાડકડી !
    દીકરી તો પારકી થાપણ કેહવાય..રડીને પણ મોકલવી જ પડે..!!

Leave a Reply to rajshree trivedi, mumbai Cancel reply

Your email address will not be published. Required fields are marked *