મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

સ્વર: ઝરણા વ્યાસ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
ખાલીખમ શ્રીફળની કાચલી.

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઇવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઇ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

11 replies on “મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ”

    • આ ગાયક , ઝરણા બહેન તો નથી જ. એમને આ ગીત મારી બેન ના ત્યાં ગયેલ અને , એમના તથા દક્ષેશ ભાઈના અવાજમાં મારી પાસે છે… તે કરતા આ ગીતમાં અવાજ સાવ અલગ જ છે.

  1. Excellent. You are rendering yeoman’s service to Gujarati language and music.

    I think the singer is Nisha Kapadia not Jharna Vyas/

  2. કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
    હું તો પાણીમાં તરફડતી માછલી.
    જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
    ખાલીખમ શ્રીફળની કાચલી.

    જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
    દરિયો કહે તો તને મારા સોગંદ.
    વાહ
    વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
    આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.

Leave a Reply to Kushal Cancel reply

Your email address will not be published. Required fields are marked *