પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
બેઉ જણ માટે પૂજારી જોઇએ

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાં ય બારી જોઇએ

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
દિકરા જેવો મદારી જોઇએ

એ અગાસીમાં સૂતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

– મુકેશ જોષી

18 replies on “પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી”

 1. જો ગઝલ લખવી હો જે સૌને ગમે,

  શબ્દમાં આવી ખુમારી જોઈએ.

 2. pragnaju says:

  ખૂબ સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા

  પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
  બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ
  આપણા ઘરમાં જ હો ચાલે નહીં
  એમના ઘરમાં ય બારી જોઇએ

  પૂર્ણ પરિપકવ પ્રેમની આ જ લાક્ષણિકતા છે. એ ક્રોધ, હતાશા, ઈર્ષા. વેદના, તડપ, તલસાટ, ઉન્માદ, આકાંક્ષા… બઘું જ આપે છે- પણ એક ચીજ ન આપી શકેઃ નફરત! જેને હૃદયના સાતમા પાતાળથી ચાહ્યું હોય, એના માટે ધિક્કારની સરવાણી ન ફૂટી શકે. અને એ જ તો સામી વ્યકિતને અકથ્ય પશ્ચાતાપમાંથી પસાર કરાવીને સત્ય સુધી પહોંચાડવાનો રાજમાર્ગ છે. પ્રેમમાં ‘બદલો’ ન હોય, ‘બદલાવ’ હોય.
  શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
  બેઉ જણ માટે પૂજારી જોઇએ

 3. Pramod C. shah says:

  મજા પદિગઇ

 4. Dr Jagdip Upadhyaya says:

  મુકેશભાઇ…. બહુ જ સરસ

  નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
  દિકરા જેવો મદારી જોઇએ

  આ અનુસંધાનમાં…..

  દીકરીને ગાય, હવે ફાવે ત્યાં જાય
  ના રજા મારી કે તમારી જોઇએ

 5. જયેન્દ્ર ઠાકર says:

  થોદા શ્બ્દોમા કેટલુ કહી ગયી આ ગઝલ
  કે કેવી અટપટી છે જીવનની આ મઝલ!

 6. Satish Dholakia says:

  સુન્દર ગઝલ

 7. Suresh Vyas says:

  મદારી ભલેને વગાડે મોરલી, આપણે નાચવુ નહિ
  મોહનની મોરલી સામ્ભળવી, નાચતા શર્માવુ નહિ

 8. Kamlesh says:

  શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
  બેઉ જણ માટે પૂજારી જોઇએ……….

  વાહ…

 9. શ્રી હરિ ને છોકરીમા સામ્યતા
  બેઉ જણ માટે પૂજારી જોઈએ.

  સાવ સાચી વાત. સરસ ગઝલ.

 10. harshadrav says:

  ખુબ ખુબ આભર્ હવે પ્રેમ થિ …

 11. Gajendra Choksi says:

  પ્રેમ કરતા આવડવો જોઇએ
  એમાં લાચારી ન હોવી જોઇએ.

 12. neha says:

  very nice

 13. Maheshcandra Naik says:

  સરસ રચના,
  આપણી વચ્ચે દિલચોરી ક્યાં હોય છે
  પ્રેમમા પડવા ખુમારી હોવી જોઈએ,
  એની વાત લઈને આ ગઝલ ઘણૂ કહી જાય છે, કવિશ્રી મુકેશ જોશીને અભિનદન્ આપનો આભાર …………

 14. વાહ મુકેશભાઈ. મજ્જા આવી ગૈ….

 15. ખરે કહ્ર તો ભૌ જ જન્કરિ જોઇચે , અનિ અન્હ્ક્નો ઇસારો ન સમ્જ્ય ને આખિ જિન્દ્ગિ ગિ અફ્સોસ કર રહિ ગયય

 16. Pragnesh says:

  Tamaru kavy gamyu

  “chand par pathari joiye”

  te pankti khub gami

 17. jaydip says:

  ખુબ જ સુન્દર રચના……….
  લાગનેી ને જો હદય્ નેી ભાશા મલે તો સબન્ધો ના સાચા ખુલાસા મલે…….

 18. Darshana says:

  ંIt reminded me” mane lagi katari premni ” by Mirabai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *