એક એવી તે પ્રીત અમે કીધી – જયંત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.

પીંછામાં એક, અમે પંખીને પામિયા, ને તારામાં એકલ આકાશ,
લહરીમાં એક લીધો સાગરને તાગી, ને એક જ કિરણમાં પ્રકાશ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ, ઊઘડ્યાં ફટોફટ ફૂલ,
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં, વનવનનાં પર્ણો વ્યાકુળ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી.

– જયંત પાઠક

( આભાર – Webમહેફિલ)

9 replies on “એક એવી તે પ્રીત અમે કીધી – જયંત પાઠક”

  1. એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.

    સાચુ ને સચોટ લખ્યુ છે.મસ્ત મધુર કવિતા….

  2. મધુરુ મધુરુ ગીત
    એક એવી તે પ્રીત અમે કીધી,
    ઘૂંટમાં આખી પિયાલી પીધી.
    વારંવાર ગણગણતા
    યાદ
    સાંઝ પડે દિન આથમે, ચકવી બેઠી રોઈ,
    ચકવા ચલો જાયે જિંહા સાંઝ ના પડતી હોઈ’

  3. રોદક નહીઁ પણ રોચક કવિતા. વાઁચતા વાઁચતા ગવાઈ જાય એવી. પ્રેમની મસ્તીને વાચા આપતી ટચુકડી ભાવપૂર્ણ અભિવ્યક્તિ.
    આભાર.

  4. “એક એવી તે પ્રીત અમે કીધી,ધુંટમાં આખી પ્યાલી પીધી…”
    અત્યંત સુંદર…… મનગમતું ગીત….
    ખુબ ખુબ આભાર.

  5. “એક એવી તે પ્રીત અમે કીધી,ધુંટમાં આખી પ્યાલી પીધી…” એક ધુંટમાં જીવી આવ્યા જયંતભાઈ…બહુ સ-રસ લખ્યુ છે, સાચુ ને સચોટ લખ્યુ છે…! અહીં મુકવા માટે જયશ્રીબેન તમારો આભાર..

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *