મુંબઇ – કૃષ્ણ દવે

આજે ફરી એક ‘શહેર’ ના વખાણ કરતી રચના… વાત ભલેને મુંબઇ શહેરની થઈ હોય, પણ ઘણા બધા મોટા શહેરોને વધતે-ઓછે અંશે લાગુ પડે..!

અને કૃષ્ણભાઈને યાદ કરવાનું બીજું એક કારણ… આ આમંત્રણ આવ્યું છે એમના તરફથી.. ખાસ તમારા માટે 🙂

હવે અમદાવાદથી આમંત્રણ આવે એમાં મુંબઇગરાએ ખોટું લગાડવાનું? (અરે હા.. આ કદાચ મુંબઇના માથે માછલા ધોવાયા એટલે ખોટું લાગ્યું હશે..!) અરે દોસ્તો – એક આમંત્રણ તમારા માટે પણ છે – એ પણ અત્તરભર્યું..!!

******

સૂટબૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમૅન ?
છપ્પન છપ્પન વરસ ખાઈ ગઈ છ છપ્પનની ટ્રેન !

ફાઈવસ્ટાર વૃક્ષોની સામે પંખી કરે દલીલ,
એક જ પળ ડાળે બેઠાં તે આવડું મોટ્ટું બિલ ?

આ તો યુનિયન છે મારા ભૈ કશું જ ના કહેવાય,
ભરચોમાસે વાદળીઓની સ્ટ્રાઇક પણ થઈ જાય.

બહુ જ સિફતથી પંખીના ખાતામાં પાડી ધાડ,
એક પીંજરું જમા કર્યું ને નભનો કર્યો ઉપાડ!

ગીત નહીં, હમણાં સંભળાશે કોયલની ચિચિયારી,
એક કાગડો ફરી રહ્યો છે મોંમા લઈ સોપારી.

– કૃષ્ણ દવે

12 replies on “મુંબઇ – કૃષ્ણ દવે”

 1. tejas says:

  ૫ સ્ટાર વ્રુક્ષ પર બેસ્વાનુ આત્લુ મોતુ બિલ્લ્

 2. નનુભાઈ સિંધવ says:

  માયાનગરી મુંબઈનું અથ થી ઈતિ માત્ર દશ પંક્તિઓમાં,મુંબઈનું યંત્રવત જીવન,કારમી મોંઘવારી,યુનિયનોની પકડ તથા ગુનાખોરીનું વર્ણન આદરણીય કૃષ્ણ દવેની આ આગવી અદાને કોટિ કોટિ વંદન.

 3. Satish Dholakia says:

  થોડા મા ઘણુ ! સુન્દર !

 4. Rekha M shukla says:

  “એક જ પળ ડાળે બેઠા તે આવડુ મોટુ બિલ ?” વાહ શુ સુન્દર અને સરળ શૈલીમા વર્ણન !!! કહેવુ પડૅ શ્રી ક્રુષ્ણભાઇ …આભાર ને અભિનન્દન્ !!

 5. Viththal Talati says:

  એક કાગડો ફ્ર્રઈ રહયો છે…. સરસ

 6. Maheshcandra Naik says:

  કવિશ્રીને અભિનદન, અત્યારના સમયની વેદના વ્યક્ત કરી ટુંકમા ઘણુ કહી દીધુ……

 7. chandrika says:

  કૃષ્ણ દવે ભલે મુંબઈમાં રહેતા નથી પણ મુંબઈનું શબ્દ ચિત્રણ ખુબ જ સચોટ કર્યું છે.

 8. falguni says:

  its very nise i realy like it.its

 9. Dr. Tarang says:

  અધધધ! ઘના વખતે સુન્દર કવિતા વાન્ચી. અન્તકરણથી આભાર.

 10. Mahesh Mehta says:

  Dear Krushna bhai, After long time I have been with Your Poetry, Really I have been getting new innovations different than the routine.The Second part of the poem is the real scenario of the society of naked commercialization.Thanks again

 11. praful patel says:

  સુપેર્બ ક્રિસ્નભૈ,
  જય સિયરામ્

 12. praful patel says:

  ક્રિશ્નભૈ નુ મહાભારત કવ્ય ક્ય ૬.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *