બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

સ્વર : હેમા દેસાઈ

સંગીત : આશિત દેસાઇ

.

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

– મેઘબિંદુ

7 replies on “બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ”

 1. Rekha M shukla says:

  પરોઢનુ બપોરીયુ સળગ્યુ’તુ સવારનુ, ક્યારનુ અન્ધાર્યુ વાદળુ શુ ગાજ્યુ..?
  ડુન્ગર પછવાડે મેઘ ધનુશ્ય છવાયુ, મદારીના ખેલમા મન ના મારુ પરોવાયુ

  કળા કરે મોર જોઇ ઘટા ને ઘનઘોર, ઢેલનુ હૈયુ પ જરાક વા હરખાયુ
  મોર પીન્છે બસ મન મારુ મોહ્યુ, સ્વપ્નુ મિલનનુ એક આન્ખમા સમાયુ…
  રેખા શુક્લ ( શિકાગો-ગગને પુનમ નો ચાન્દ માથી)

 2. pragnaju says:

  સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
  વાત તારી નીકળે તો શું કરું?

  પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
  આંખમાં મૃગજળ મળે તો શું કરું?
  સ રસ
  મધુર ગાયકી

 3. ઝ્”આ ભા ર ! સુબ્હ્ સુધર ગઈ!જુદો ઇ-મેલ પંણ મોકલ્યો છે ,મેઘ ્બિ ન્દુસાહે્બ્નેે .

 4. dipti says:

  સરસ!!

  સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
  વાત તારી નીકળે તો શું કરું?

  બાગમાં ટહુકો છળે તો શું કરું?
  લાગણી ભડકે બળે તો શું કરું?

 5. તમારો લોહાણા સૌરભમા સુખ પર લેખ ગમ્યો ,ઈ-મેલ મોકલીશ.જે જે!

 6. “Your article on “SUKH” IN Dec.’10 ‘Lohana Saurabh’ IS GOOD”

 7. d[pti says:

  સુંદર ..
  .
  પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
  આંખમાં મૃગજળ મળે તો શું કરું?

  મધુર ગાયકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *