ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી

pearl.jpg

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

9 replies on “ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી”

 1. manvantpatel says:

  પીઁછી ફર્યા વિના આકાર થાય છે?
  અદ્ભૂભૂત વિચાર !

 2. arun shrotriya says:

  ભોલા હ્રદય નો મઅ ન વિ
  બહુ સરસ ચે

 3. સુંદર ગઝલ પણ જલન માતરીના મિજાજનો અભાવ…

 4. Gira says:

  અંધારા જેની જિંદગીને વીંટળાય છે
  વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

  ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
  દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

  ખુબ જ સરસ…

 5. Gira says:

  માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
  કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

  આનો અર્થ સમજાવશો…

 6. anil dholakia says:

  લગભગ ૨૭ વરસો પહેલા જલન સાહેબ મારે ઘરે ભુજ આવેલા અને તેમનિ ઘનિ ગઝલો સમ્ભલાવેલિ. તે યાદ કરાવિ દિધુ.
  ઉત્તમ ગઝલ ચ્હે.

 7. ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
  દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

  સુંદર શબ્દો …

 8. “પરિશ્રમેણ એવ હિ સિધ્યન્તિ, કાર્યાણિ ન મનોરથૈઃ ;
  ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ .”

  ( મહેનતથી જ કાર્યો સફળ થાય છે, માત્ર વિચાર કરીને બેસી રહેવાથી નહીં. સુઇ રહેલા સિંહના મોં માં હરણ કાંઇ આવીને પડતું નથી. )

 9. Manish Patel says:

  ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
  દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય

  MAJA AAVI GAYI……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *