ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! – સુનીલ શાહ

શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી સુરત ખાતે યોજેલ તરહી મુશાયરામાં પ્રસ્તુત ગઝલ…

**

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.*

આવેગ લાગણીનો જરા જો વધારે હોય,
ડૂચો વળે છે શબ્દ, ને ડૂમો ભરાય છે.

કાઢી શકાય છે અહીં એનું જ માપ દોસ્ત,
જે ભીતરે ને બ્હારથી સરખો જણાય છે.

પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે !

તું સુખ વિશે ન ગણ કશું, એક–બે કે દસગણું,
એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે.

સુનીલ શાહ
(*પંક્તિ સૌજન્યઃ મુ.શ્રી ભગવતીકુમાર શર્મા)

8 replies on “ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! – સુનીલ શાહ”

 1. Miheer shah says:

  શ્રી ભગવતીકુમાર શર્માની બહુજ સરસ કવિતા …

  અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
  પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

  ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
  અમે વારસાગત સમસ્યાના માણસ.

  ‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
  પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

  અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
  સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

  શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
  ‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

  ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
  અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

  મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
  હતા આપણે મૂળ તડકાના માણસ.

 2. હાદિક અભિનદ્ન ; ભગ્વતિભૈ ને , બોરિવલિ કાય્ક્રમ મલ્યા હતા , સાદગિએમ્નિ ,બહઉજ , ગમિ જાય તેવિ, , ગહન વિચાર ધારા , ગુજ્રરાતિ સહિત્ય ના સિર્મોર સુમ્ , નમન તમોને , સુભ કામ્ના સ્વિકર કરો , વન્દન ,

 3. dipti says:

  પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
  ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે !

  કવિશ્રીને હાર્દિક અભિન્ંદન.

 4. Vishnu Joshi says:

  કવિશ્રી ભગવતીકુમારભાઈને આ પ્રસંગે હાર્દિક અભિનંદન. આપ નિરમયી અને શતાયુષી થાઓ તેવી પ્રભુને પ્રાર્થના.

 5. ખૂબ જ સુંદર રચના… અભિનંદન, સુનીલભાઈ…

 6. ખુબજ સુન્દર અને સરસ.
  ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે.
  ખોવાઈ છે જે હુંફ ક્યાં પાછી લવાય છે?
  અને પડઘા તમારી યાદ ના..
  સરસ.

 7. Rekha M shukla says:

  ક્યા એ હ્ર્દયના આભમા બીજુ સમય છે…વાહ કેવુ સરસ …મ્હોરુ ઉતારુ છુ તો ચેહરો ચિરાય છે..સરસ…મારી પસન્દ ને મારી જ ચિન્તા અહિ ટાન્કી દઉ….

  શાન્ત- નિર્મળને ઠન્ડી ચાન્દની, બીજી નટખટને ખુશી નો ખજાનો
  એકનુ ગોળ મોઢુને બીજીનુ લમ્બગોળ, જીવન જેનુ નામ ને તોફાન એનુ કામ
  અણિયારુ નાક અને સીધુ સપાટ પેટ, ફેશનમા નમ્બર વન ને ખુશ રહે હર દમ
  મેક અપ એનો અપટુડેટ ને ચાલે ભાળો મસ્તી,અણિયારી એની આન્ખો ને વાક્છટા મજાની
  હસુ હસુ કરતા અધરો ને નયન ગોળ લખોટી, મેહ્ફીલમા ભરીદે રન્ગ વાતો એવી તગડી
  સ્વપ્નના મહેલમા રહે ને વાદળ પર દોડે,ગુસ્સામા રડી પડે પણ લાગે ઝાસીની રાણી
  ખુશ હોય તો વારી જાય દઈદે ઘણી ચુમ્મી, મોટી થાતી દીકરી ની બસ ચિન્તા કરે એની મમ્મી
  -રેખા શુક્લ (શિકાગો)

 8. dipti says:

  ખૂબ જ સુંદર રચના…

  પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
  ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! અને…

  એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *