સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા

kaafalo.jpg

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

10 replies on “સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા”

  1. છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
    આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

    વાહ મનોજ સાહેબ વાહ…

  2. Zindagi youn hui basar tanha
    kaafila saath aur safar tanha

    Apne saaye se chaunk jaate hain
    Umar guzari hai is kadar tanha

    Raat bhar bulaate hain sannaate
    Raat kaate koi kidhar tanha

    Din guzarta nahi hai logon mein
    Raat hoti nahi basar tanha

    Humne darwaaze tak to dekha tha
    Phir na jaane gaye kidhar tanha
    ખુબજ સરસ…

  3. ખુબ સુન્દર ગઝલ છે “કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
    આખી સફરમાં સાવ અટુલા પડી ગયા” આ વાત ખુબ જ હદય્
    ને સ્પર્સિ ગઇ….આભાર આ ગઝલ રજુ કરવા બદલ્……

  4. અત્ય્ન્ત સુન્દ્ર ગઝલ્,ગુજારી હ્તી જૅનૅ જીન્દ્ગી આખી મૅહફીલ ંંમા ,ક્બ્ર ંમા તૅ એક્લા પડી ગ્યઆ……

  5. આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
    મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા…
    અતિ મધુર અને જીવનનુ સત્ય…

  6. સુંન્દર ગઝલ!

    પંખ ધરી ઉડ્યા તો ખરા,
    પણ માનવ વિહોણા
    એ આકાશમાં સાવ અટુલા પડી ગયા

  7. છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
    આખી સફરમાં સાવ અટૂલા પડી ગયા

    ન્હોતા અટૂલા કિન્તુ અટૂલા થશું તો શું ?
    શું એ જ ડરમાં સાવ અટૂલા પડી ગયા

    – આખી ગઝલ જ સુંદર છે, પણ આ બે શેર જરા વધુ સ્પર્શી ગયા…

Leave a Reply to સાવ અટુલા પડી ગયા « My thoughts Cancel reply

Your email address will not be published. Required fields are marked *