मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ મને ખૂબ જ ગમતી – મારા માટે એકદમ સ્પેશિયલ – એવી ત્રિપદી ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – આપ સૌ માટે..!! અને હા – સાથે વિવેકને ખૂબ ખૂબ અભિનંદન..

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને પાંચ વર્ષ પૂરા થયા..!

આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્ત..

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

11 replies on “मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર”

  1. થવું નારાજ તારાથી શી રીતે ?
    હું જાણું છું, તું મારી જિંદગી છે,
    मैं अपने आप से घबरा गया हूँ ।

  2. શ્રી વિવેકભાઈને એમની વેબસાઈટ-શબ્દો છે શ્વાસ મારા-ની પાંચમી વર્ષગાંઠ અને નવતર પ્રયોગ કહી શકાય એવી સરસ ભાવવાહી ગઝલ બદલ હાર્દિક અભિનંદન.

  3. સુંદર ત્રિપદીનો પ્રયોગ!
    વિવેકભાઈને એમની વેબસાઈટના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  4. મૈ અપને આપ સે ઘબરા ગયા હૂ, મુજે એ જિઁદગી દીવાના કર દે…હિન્દી ફિલ્મની બહુ જ જૂની રચના યાદ આવી ગૈ…વિવેકભાઇની આ રચના પણ સરસ થઇ છે

  5. અરે ભાઈ, તમે તમારાથી જ ગભરાઈ જાવ તો તમે તમારૂ કે બીજાનુ કલ્યાણ તમારાથી કેમ કરી સકશો ?
    જીવનમા અને વેદિક સમાજમા ઘણી સમસ્યા ઓ છે તે હલ કરવા કમર કસીને તૈયાર થવાનુ શાસ્ત્રો કહે છે.
    ખોટુ ન લગાડશો. અત્યારના સમયમા લોકોને ઊત્સાહિત કરે – મરેલાને જાગ્રત કરે તેવી કવિતાઓની ખૂબ જરુર છે.

    જય શ્રી ક્રશ્ણ!

  6. ‘શબ્દો છે શ્વાસ મારા’ને પાંચમી વર્ષગાંઠે અભિનંદન અને શુભેચ્છા!

  7. આજે ‘શબ્દો છે શ્વાસ મારા’નાછઠ્ઠા વર્ષમા પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ
    જાણીતી ત્રિપદી ગઝલની આ પંક્તીઓ
    હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
    તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
    मैं अपने आप से घबरा गया हूँ ।
    ખૂબ ગમી ગઇ

Leave a Reply to Bina Cancel reply

Your email address will not be published. Required fields are marked *