જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

સ્વર : મનહર ઉધાસ

lotus

.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

61 replies on “જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી”

  1. એક કવિસમ્મેલનમા આ ગઝલ આસિમ રાન્દેરેીના મુખેથેી રજુ થયેલેી સામ્ભ્લેી હતેી !!
    ઑર મઝા આવેી !!

  2. ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
    છતાંય એની રંગત છે સૌ માં નિરાલી……………………….. ભૈ વાહ

  3. સરલ ગુજરાતિ શબ્દોનો ઉતમ ઉપ્યોગ કરિ સુન્દેર ચિત્ર રજુ થયુ નરેન્દ્ર

  4. જિવન્ મા બધાએ એક વાર તો પ્રેમ કરવો જ જોઇએ…….

  5. વહ્….મનુભૈ…. વહ્.. ક્યા બાત… ક્ય બાત… ક્યા બાત.

    • ભાઈ પહેલા તમે શીખી ને આવો આવી અદભુત રચના ને નબળા શબ્દો કહો છો….તમારા શબ્દો પર થી એક કહેવત યાદ આવી ગઈ… બંદર ક્યાં જાને અદરક ક સ્વાદ

Leave a Reply to Sudhakar Harihar Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *