જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

સ્વર : મનહર ઉધાસ

lotus

.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

61 replies on “જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી”

  1. વાહ..વાહ..કોલેજ ના દિવસો યાદ આવિ ગયા..આભાર

  2. MANHARJI AAP HAJU 100 VARSO SUDHI GATA RAHO TEVI PARAM KRUPALU PARMATMA NE PRARTHNA AAP NI KRUTI AA NAVI PEDHI NE EK SARO MESSAGE AAPI RAHI CHHE

  3. મોજ આવી ગઇ ખરેખર સરસ ગઝલ છે અને વાકય રચના પણ ખૂબ સરસ છે

  4. સરસ ….
    હુ મારા સુરતિ હોવાના ખુબ ગૌરવ અનુભવુ આસિમ સાહેબ અમાર સુરત ના

  5. સુન્દર્….શબ્દચિત્ર્, કવ્યાત્મક, સન્ગેીતમય , વારે વારે કાનમા ગુન્જ્યા કરે…..

  6. કેત્લિ મસ્ત સે આ ગઝલ ટહુકો એટલે મારુ ઘર અને એમનિ ગઝલ એઝ મરો ખોરક

  7. wah Jayshri ben Tamari Website Joi ne Mane Pan Gujrati Hova nu Gaurav Thayu chhe.
    Hu Ek Web-desiner chhu mari koi Pan madad Joiti Hoy to chokash Mail karjo.

  8. Thanks a million. very nice Lyrics and nice composition. It goes through and through .Manahabhai always sings so very well. I love to listen to him.

  9. મનહર ઉદાસ મારા ફેવરીટ કલાકાર છે. એમની હર એક ગઝલ મારા મનમાં નહી પણ મારા દિલમાં ઉતરી ગયેલ છે.

  10. […] જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે મને દિલની ધડકન ખબર દઇ રહી છે પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ થઇ રહી છે જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.” ……   સાંભળો અને માણો  […]

  11. જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
    મને દિલની ધડકન ખબર દઇ રહી છે
    આ ગિત વાગ્યુ કેમ નહિ.

  12. જુઓ લીલા કોલેજ જઇ રહી ચ્હે સરખિ રિતે વગતુ નથિ

  13. Unable to play the the complete song. Plays for only 30 sec. Same is the case with all other songs.
    Also let me THANK for the service you render to GUJARATI Kavya / Sangeet and thus to Matrubhasha.

  14. EXCELLENT PIECE OF WORK. THIS WERE THE THINGS WHICH I WAS MISSING. I AM GREATFUL TO U. KINDLY UPLOAD SOME MORE COLLECTIONS OF MANHAR UDHAS. SPECIALLY (JEEVAN NI SHARUAAT HATI…….)

  15. જનાબ આસિમ સાહેબ્, લિલા “એમનુ સુન્દર સ્વપ્ન”, વાહ્! અને શ્રિ મન્હર ઉધાસ નો અવાજ બિજુ કૈ નહિ માન્ગુ પ્રભુ!

  16. Enjoyed!Thanks and Happy Diwali and New year!.Poet has talked about Khadi clad Leela.So,this may be of that era.This gives me an idea,which is not specific to this song.If possible,poets may be requested to let us know the story of creation of his poems and the story thereafter-means recording and response etc.Thanks,once again!.-himanshu.

  17. સુરતના ચિરાયુ કવિની સરળ શબ્દોમાં સહજ અભિવ્યક્તિ. ‘લીલાકાવ્યો’ આપણી ભાષામાં અલગ અમીટ છાપ છોડી ગયા છે… ઘણા સમયે આ ગીત સાંભળવા મળ્યું. આભાર…

  18. જૂની છતાંય તાજી ગઝલ-નવું છતાંય પીટાયેલું સંગીત.

  19. સરસ કાવ્ય !સરસ ચિત્ર !બહેના ,તમારી પસંદગી પણ સરસ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *