કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય…

સ્વર : રૂપાંગ ખાનસાહેબ અને સાથીઓ
Music Arranger & Recording : મેહુલ સુરતી
Album : હસતા રમતા

આ અમારો બચૂડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય… Hi.., કદી કહે ગુડબાય.. Bye
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

પોએટ્રી તો પટ પટ બોલે, દાદી નો દેસી ક્હાન
સ્વાન કહે તું હંસને, દાદી સમજે શ્વાન
દ્હાડે દ્હાડે ત્રીજી પેઢી દૂર જતી દેખાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

મેઘધનુષી ગુર્જરભાષા કેટલા એના રંગ
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ
પણ અંગ્રેજીથી રંગી દીધું તેં તો આખું સ્કાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

તુ અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે
કેમ કરી ચાલે રે બચૂડા ગુજરાતી જો ભૂલે
ભલે હોઠે English હૈયે ગુજરાતી સચવાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

19 replies on “કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય…”

  1. આ ગેીત ના રચયિતા કોણ છે ???

    કવિનું નામ આપવા વિનંતેી…

  2. mane laljibhai ranparianu kavya khubaj gamyu.alak malakthi zanjari ranzani,madhur tahukani zanjari swasochswasni zanjari ranjani(just like aa dam badam boli rahi zini sitari aapani)
    sapanao pan keva? khoba khoba bharine rasthi tarbatar thayela.
    sundar swarbadha ,alankar ane rag.khub masta se.

  3. આને હુ બાલ ગિતમા સ્થાન નથિ આપતિ પન તે એક અભિનય ગિત તરિકે ઉત્તમ ગિત કહિ શકાય.ગુજરાતિ નુ પ્રાધાન્ય ગુજરતિને હોઉજ જોઇએ એક મા બાપ તરિકે અને એક શિક્ષક તરિકે બાલકને રાહ દેખાદવિ આપનિ ફરજ સે.આપે તે કાર્ય કર્યુ.મને ખુબજ ગમ્યુ.હુ

  4. બહુજ સુન્દર કાવ્ય. સ્વર સ્વરાક્ન ઉત્તમ્ .મજા આવેી ગઈ.

  5. બહુ જ સરસ્. આ CD કયા થેી ખરિદેી સકાય એ કહેશો please. Thank you. Kalpesh

  6. આજના જમાનાને લગતું એકદમ બંધબેસ્તું ગીત છે. અંગ્રેજી શીખવું જરુરી છે પણ ગુજરાતી હોય કે પોતાની કોઈ પણ માતૃભાષા હોય તે શીખવી પણ જરુરી છે, તે આજના ટાબરીયાઓને કોણ સમજાવશે? હા, ભારતમાં તો કદાચ ગામડાં-ગામના બાળકો જરુર ગુજરાતી ભાષા જીવતી રાખશે! એટલે નજીકના ભવિષ્યમાં તો ભુલાવી શક્ય નથી! અમેરીકામાં કદાચ થોડા વર્ષો પછીની ભવિષ્યવાણી નથી ભાખી શકાતી.

  7. ખુબજ સરસ …!!!! અંગ્રેજી જરૂર નું ખરું પરંતુ એને ભણવા નું મધ્યમ ના બનાવાય ….. !!!!!!!!

  8. સુદર રચના.લોકો કાઈ સમજે તો અગ્રેજનિ લ્હાય મા લોકો માત્રુભાસા ભુલિ ગ્યા ે.ભાસાનિ ગરિમા રહિ નથિ.બાલકો કાઈક સુદર ગુમાવી રહ્ય્આ ચે

  9. કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય !!
    સુંદર રજૂઆત.

    ખરેખર તો આ બાળગીત વડીલો સમજે તો સારુ.
    અંગ્રેજી ખોટું નથી પણ માતૃભાષા ગુજરાતી વિસરાઇ ન જાય તે જોવાની દરેક ગુજરાતીની ફરજ છે.

  10. Bahuj Majanu Geet; some great work being done by Mehulbhai, Rupangbhai and colleagues. All the best, keep up the good work. Our mother tongue Gujarati is so very well endowed as a language. It has also inspired me to learn other languages. Thank you TAHUKO – you are one of the leaders in preserving our linguistic heritage.

  11. ખાન્સાહેબ અને સાથીઓના મધુર સ્વરમા ગીત સાભળવાની મઝા આવી, ગુર્જરભાષા

    વિવિધતા એ છે કે દરેક ભાવને સમજાવવા જુદાજુદા શબ્દો,કહેવતો અને રૂઢિપ્રયોગોનો

    ઊપયોગ કરી શકાય ેજે દ્વારા અર્થ સ્પષ્ટ સમજાવી શકાય. અન્ગ્રેજીમા શબ્દોનો વૈભવ એટલો

    નથીહોતો, ગુજરાતીભાષા બચાવવાના પ્રયત્નો આપણા કવિઓ અને લેખકો ઘણા કરેછે પણ્

    ાન્ગ્રેજી વૈશ્વિક ભાષા લગભગ બની ગઈછે અનેઅન્ગ્રેજીનો ક્રેઝદિવસે દિવસે વધતો જાયછે,

    તેમા જેટલુ સચવાય એટલુ સાચવવુ રહ્યુ.

Leave a Reply to aesha Cancel reply

Your email address will not be published. Required fields are marked *