આંગણે ફૂલની બિછાત ન કર – ડો. મુકુલ ચોક્સી

ગઈકાલે મુકુલભાઈનો જન્મદિવસ હતો, અને આપણે એમને આજે અહીં શુભેચ્છાઓ પાઠવીએ… અને સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!! આમ તો બધા જ શેર ઝક્કાસ છે – પણ મને તો પેલો ચાર દિ’ પહેલાની નોટીસ વાળો શેર અને બૂટ પહેરીના નીકળતા પગના શેરમાં ખૂબ જ મઝા આવી..! 🙂

****

ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર

ચાર દિ’ પહેલાં આપજે નોટિસ,
આમ ઓચિંતો આપઘાત ન કર

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્યોથી મને જ્ઞાત ન કર

એ નિસાસામાં ફેરવાઈ જશે,
દૂર જઈને તું અશ્રુપાત ન કર

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર

જીતનારાઓને જ જીતી લે,
હારનારઓને મહાત ન કર

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર

એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ-સાત ન કર

– ડો. મુકુલ ચોક્સી

26 replies on “આંગણે ફૂલની બિછાત ન કર – ડો. મુકુલ ચોક્સી”

  1. તું ભલે મારો પક્ષપાત ન કર,
    પણ ગમે તેની સાથે વાત ન કર

    આના ઉપરથી એક હિન્દી ગીત યાદ આવ્યું..
    તુમ હમકો ન ચાહો તો કોઈ બાત નહીં ..તુમ અગર કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી….

  2. સહુ પ્રથમ મુકુલ્ભૈ ને જન્મ્દિન મુબારક ………બહુ જ સરસ ………દિલ્ન્ના…..તરો ને વગાદિ ગઈ………….અભિનદનદ્……..ને……….ધન્યવદ ……..

  3. કવિ ડૉ. મુકુલભાઈની ગઝલ સોંસરવી ઉતરી જાય. દરેક શેર કાબીલે તારીફ.
    જન્મદિન મુબારક.

  4. જીતનારાઓને તુ જીતી લે
    હારનારાઓને તુ મહાત ન કર,
    સરસ વાત કહી દીધી, આપણે હરાવીને જ ખુશ થવાનુ વિચારતા હોઈએ છીએ, શ્રી મુકુલભાઈને અભિનદન…….

  5. વર્ષગાન્ઠ તારી…મુકુલ્…પણ મજા અમને આવી ગઈ…… દિલી મુબારક્બાદ્……

  6. જીતનારાઓનેજીતીલે હારનારાઓને તુ માતના કર-સરસ વિચાર

    જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ- અભિનન્દન

  7. સુન્દર ગઝલ છે. મુકુલભાઈને જન્મદિવસ મુબારક!

  8. Awesome…. simply awesome…

    તું ભલે મારો પક્ષપાત ન કર,
    પણ ગમે તેની સાથે વાત ન કર
    beautiful…

  9. બહુજ સરસ,મજાની ગઝલ.

    બૂટ પહેરી નીકળતા પગ માટે,
    આંગણે ફૂલની બિછાત ન કર

    ચોટદાર શેર…

  10. હીના……………..
    મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
    એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

    કર, સવારો વિષે તું ચિંતા કર,
    પણ એ ચિંતાઓ આખી રાત ન કર
    ………………..સલિલ.

  11. મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
    એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

    જક્કાસ શેર હ્ર્દય સોંસરવો નિકળિ ગયો.
    જક્કાસ ગઝલ
    જન્મદિવસ મુબારક

  12. બહુજ સરસ, બહુ સરસ , ગમિ , અને દિલ્ ને, ગમ્તિ વસ્તુ , સબ્દો નિ , રમ્ત, હર્દિક અભિનદન …………………………………………..

Leave a Reply to harjivanrathod Cancel reply

Your email address will not be published. Required fields are marked *