આંગણે ફૂલની બિછાત ન કર – ડો. મુકુલ ચોક્સી

ગઈકાલે મુકુલભાઈનો જન્મદિવસ હતો, અને આપણે એમને આજે અહીં શુભેચ્છાઓ પાઠવીએ… અને સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!! આમ તો બધા જ શેર ઝક્કાસ છે – પણ મને તો પેલો ચાર દિ’ પહેલાની નોટીસ વાળો શેર અને બૂટ પહેરીના નીકળતા પગના શેરમાં ખૂબ જ મઝા આવી..! 🙂

****

ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર

ચાર દિ’ પહેલાં આપજે નોટિસ,
આમ ઓચિંતો આપઘાત ન કર

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્યોથી મને જ્ઞાત ન કર

એ નિસાસામાં ફેરવાઈ જશે,
દૂર જઈને તું અશ્રુપાત ન કર

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર

જીતનારાઓને જ જીતી લે,
હારનારઓને મહાત ન કર

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર

એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ-સાત ન કર

– ડો. મુકુલ ચોક્સી

25 replies on “આંગણે ફૂલની બિછાત ન કર – ડો. મુકુલ ચોક્સી”

  1. chandrika says:

    ખુબ જ સુંદર ગઝલ.
    મુકુલભાઈને જન્મદિન મુબારક

  2. બહુજ સરસ, બહુ સરસ , ગમિ , અને દિલ્ ને, ગમ્તિ વસ્તુ , સબ્દો નિ , રમ્ત, હર્દિક અભિનદન …………………………………………..

  3. papa says:

    majani gazal Mukulbhai ne janmadin ni khub khub sabhechchha.

  4. Mukesh Vora says:

    મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
    એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

    જક્કાસ શેર હ્ર્દય સોંસરવો નિકળિ ગયો.
    જક્કાસ ગઝલ
    જન્મદિવસ મુબારક

  5. kirti says:

    ખુબ જ સુન્દર…જાને હ્રદય માથેી ઉતરેી આવેી…

  6. હીના……………..
    મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
    એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

    કર, સવારો વિષે તું ચિંતા કર,
    પણ એ ચિંતાઓ આખી રાત ન કર
    ………………..સલિલ.

  7. સુંદર ગઝલ..
    મુકુલભાઈને જન્મદિનની શુભેચ્છાઓ

  8. dipti says:

    બહુજ સરસ,મજાની ગઝલ.

    બૂટ પહેરી નીકળતા પગ માટે,
    આંગણે ફૂલની બિછાત ન કર

    ચોટદાર શેર…

  9. Dhruti says:

    Awesome…. simply awesome…

    તું ભલે મારો પક્ષપાત ન કર,
    પણ ગમે તેની સાથે વાત ન કર
    beautiful…

  10. ખુબ જ સરસ ગઝલ ગમેી. જન્મદિવસ મુબારક.

  11. જયેન્દ્ર ઠાકર says:

    સુન્દર ગઝલ છે. મુકુલભાઈને જન્મદિવસ મુબારક!

  12. Anila Amin says:

    જીતનારાઓનેજીતીલે હારનારાઓને તુ માતના કર-સરસ વિચાર

    જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ- અભિનન્દન

  13. Dr Pragnesh Joshi says:

    વર્ષગાન્ઠ તારી…મુકુલ્…પણ મજા અમને આવી ગઈ…… દિલી મુબારક્બાદ્……

  14. Maheshchandra Naik says:

    જીતનારાઓને તુ જીતી લે
    હારનારાઓને તુ મહાત ન કર,
    સરસ વાત કહી દીધી, આપણે હરાવીને જ ખુશ થવાનુ વિચારતા હોઈએ છીએ, શ્રી મુકુલભાઈને અભિનદન…….

  15. કવિને જન્મદિનની વધાઈ.

  16. GUNGUN says:

    અદ્બભુત adbhut

  17. Vivek says:

    કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

  18. Ullas Oza says:

    કવિ ડૉ. મુકુલભાઈની ગઝલ સોંસરવી ઉતરી જાય. દરેક શેર કાબીલે તારીફ.
    જન્મદિન મુબારક.

  19. RASESH JOSHI says:

    મુકુલભાઈને જન્મદિનની શુભેચ્છા

  20. Kirit Thakkar says:

    મુ કુ લ ભા ઇ ને જન્મદિવસ નિ શુભ કામનાઓ

  21. pravin says:

    એકમાં પણ ઘણું કમાશે તું,
    અમથા ધંધાઓ પાંચ-સાત ન કર

  22. mahesh rana vadodara says:

    આમ ઓચીતૉ આપઘાત ન કર
    મજા આવિ ગઈ

  23. સહુ પ્રથમ મુકુલ્ભૈ ને જન્મ્દિન મુબારક ………બહુ જ સરસ ………દિલ્ન્ના…..તરો ને વગાદિ ગઈ………….અભિનદનદ્……..ને……….ધન્યવદ ……..

  24. kanaksinh says:

    very heart-touching ghazal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *