કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
[ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ]

કાવ્ય પઠન : સૌમ્ય જોશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

17 thoughts on “કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

 1. vipul acharya

  સૌમ્ય એક સન્વેદનશેીલ કવિ અને તેનેી કવિતા પણ .

  Reply
 2. shivani shah

  this poem by mr.Saumya Joshi reminds me of the famous painting “the potato pickers” by
  Vincent Vangogh! Though the media of expression employed are different, both works convey
  the same message i.e. the endless struggle and despair in the lives of the “have nots” of
  the society!!

  Reply
 3. Himanshu Trivedi

  Moving. Giving voice to the ones who are endlessly exploited. The poet is alive and kicking – what expression! Kudos! To use “Haramkhor Suraj …” – lot of courage and conviction. Thanks Saumya for keeping your feet grounded in realities of life and by your words/expressions, making others “cocooned” realise the realities starkly. Salaam!

  Reply
 4. cjsheth

  “છેલ્લા સેઠે ના પાયેલું ગળું લઈને,” લાઇનમાં પાણી લખવાનું ભુલાઇ ગયું છે.
  સૌમ્ય જોશી પઠન વખતે “છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને” એમ કહે છે.

  Reply
 5. Vijay Bhatt ( Los Angeles)

  હિન્દી કવિ सूर्यकांत त्रिपाठी ‘निरालाજી ની કવિતા “વહ તોડ્તી પત્થ્થ્રર…” પ્રિ. સાયન્સમા ભ્ણ્યા હતા તે યાદ આવી…

  Reply
 6. Nishant Purohit

  મને હમેશા એક વતનુ બહુ લગિ અવે શે લોકો કવિતા ના વખાન કરશે કવિ ના વખાન કરસે પન કોય પન જેના ઉપર કવિતા ચે તે મજુર નિ લગનિ કયારે પન નહિ સમ્જે અને પોતે મજુર નક્કિ કર્તિ વખ્તે તેનો કસ કધ્સે ભલે પચિ પોતે ૧૦૦રુપિયા ખર્ચિ ને મોલ મા પિક્ચર જોવા જાસે. હુ પોતે પન કય્રે પન મોતિ સમાજ સેવા કરિ ચે તેવુ નથિ પન આ વાત નુ હમેસા ખયાલ કરુ ચુ.

  Reply
 7. ikshitmodi

  ખુબ સરસ તમારો અવાજ સાભળઈ ન આનદ થયો- ઇક્ષિત મોદિ

  Reply
 8. sonu

  living words of Soumya Joshi are always hard hiting and makes u feel same as the poet felt for the subject…. ખરેખર અમુક સમયે તડ્કો ભારે લાગે છે……beyond words always……….

  Reply
 9. Geeta Vakil

  સરળ શબ્દોમાં ખૂબજ હ્રદય સોંસરવી વાત!સૌમ્ય જોશીની કાવ્યપઠનની આગવી છટા! કવિતા ખૂબજ સરસ.

  Reply
 10. jitu trivedi

  chhelli be panktima j kavita kahevanu kahi jay chhe.(Na gamta kathin jivan visheni kavita gami jay te kevo virodhabhas chhe!)

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *