મારી ગઝલમાં – મકરંદ દવે

અમરભાઈ પાસે કવિ શ્રી મકરંદ દવેના આ અને બીજા સ્વરાંકનો સાંભળવાની અમૂલ્ય તક અમદાવાદીઓને -આવતી ૧૮મી ડિસેમ્બરે મળશે – એની માહિતી માટે અહીંયા ક્લિક કરો:

કાવ્યસંગીતશ્રેણી : કવિ શ્રી મકરન્દ દવેના કાવ્યોની અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ : 18 December – Ahmedabad

એક ગઝલ ગાન સ્વરૂપે –
‘અનાદિ મથામણ છે મારી ગઝલમાં
નશીલું નિવારણ છે મારી ગઝલમાં

ઓછા ગવાતા રાગ સાલગ વરાલી તોડી પર આધારિત આ ગઝલમાં શ્રી પ્રદીપ બારોટની સરોદની સંગત પણ માણો.

https://youtu.be/rBhDZxIzag8

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

.

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

6 replies on “મારી ગઝલમાં – મકરંદ દવે”

  1. ઉપમાઓથી ઉભરાતી ગઝલ !’ નશીલું નિવારણ’ ‘અનામીની થાપણ’ ‘અભાગીનું ખાંપણ’ ‘ઉઘાડું ગગન’ ‘ધરતીનું ધાવણ’
    ‘નજર નંદવાણી’ ‘કુંવારું કામણ’ આ ઉપમાઓ માટે મથામણ કરવી જ પડે.એમાં ભળે અનુકૂળ સ્વર અમરનો. પછી?
    કશું ના લખાય. બીજીવાર સાંભળવું જ પડે.

  2. શ્રી અમરભાઈ ભટ્ટનુ સ્વરાંકન અને કવિશ્રીના શબ્દોને માણવાની મઝા આવી ગઈ……………….

  3. કવિ શ્રી મકરન્દ દવેની ‘મથામણ’ ને શ્રી અમર ભટ્ટનુ કર્ણપ્રિય સ્વરાંકન ગમ્યા.

  4. I have started listening to Amar Bhatt a few weeks back and I must admit that I admire his compositions a lot. The classical raga he has used here this song (I am not sure which raga is this) generates a divine morning atmosphere. The music arrangement is amazing.

  5. મકરંદ દવેની ગઝલ પણ એમની કવિતા અને ગીતો જેટલું ઉંડાણ નજરે ચડતું નથી…

Leave a Reply to Ullas Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *