અમારી પાસે – મરીઝ

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે.

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે.

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે.

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે.

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે.

– મરીઝ

9 replies on “અમારી પાસે – મરીઝ”

  1. સુ થતુ હસે એ પથ્થરો નુ ત્યારે,
    સ્પર્શ દઈ વહિ જતા હસે ઝરના જ્યારે

  2. જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
    બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

    મરીઝની ઓછી જાણીતી પરંતુ
    ખુબ સુંદર ગઝલ
    આફ્લાતુન માન ગયે હમ

  3. જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
    બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

    મરીઝની ઓછી જાણીતી પરંતુ
    ખુબ સુંદર ગઝલ

  4. દિલની દોલત વહેચિ શકાય પણ દિલની દોલત લૂટાવી નશકાય કોઇ દિવસ

    એતો અણમોલ રત્નની જેમસાચવવાની હોય કવિની જેમ, ખૂબજ સરસ ગઝલ

  5. જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
    બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

    વાહ્!!!!!

  6. તમને ખાસ જણાવવાનુ કે સ્વ રચિત કાવ્ય કઇ રિતે મોકલવુ તેનો જવાબ આપશો.
    મારી અને મારા મિત્રોની રચના મોકલવા માગુ

  7. જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
    બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

    કાબીલ એ દાદ

Leave a Reply to manav Cancel reply

Your email address will not be published. Required fields are marked *