ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં – કમલેશ સોનાવાલા

ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં
ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં……….

સ્વર : રૂપકુમાર રાઠોડ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

wind-flower.jpg

.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

20 replies on “ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં – કમલેશ સોનાવાલા”

  1. એક ચહેરો નજર આવ્યો દુરથી,
    આંખોના ઝાંખી નજરમાં ચમકી ગયુ,
    તારી આખોનુ સચવાયેલુ નૂર,
    નજીક આવતી ગઇ તું દુરથી,
    મને નજર ચડી ગઇ તારી સફેદ લટ્ટ્,
    જેના પર લટૂ થઇ હતી,એક નજર…….(નરેશ ડૉડીયા)
    એન ડી. સરસ રચના છે,પણ આ સફેદ લટ અત્યાર થિ કેમ યાદ આવી ગઈ.

  2. કયારે એક સપનુ નજરથી દુર ગયું,
    ક્ષિતિજ પાર ઝાખુ થતું દુર દુર,
    ક્ષિતિજનો પટ્ટ ફેલાતો ગયો દુર,
    ધરતીને જ્યાં આકાશ મળે છે દુર,
    સુરજ ઉગે છે એ ક્ષિતિજથી પણ દુર,
    પડછાયા લંબાતા ગયા દુર દુર્,
    આભને આંબવાની કોશિશમાં,
    ફેલાતા ગયા હાથ દુર દુર,
    ઉગતી પ્રભાતનું એક કિરણ,
    લઇ આવ્યુ આશાનો સંદેશ દુરથી,
    એક ચહેરો નજર આવ્યો દુરથી,
    આંખોના ઝાંખી નજરમાં ચમકી ગયુ,
    તારી આખોનુ સચવાયેલુ નૂર,
    નજીક આવતી ગઇ તું દુરથી,
    મને નજર ચડી ગઇ તારી સફેદ લટ્ટ્,
    જેના પર લટૂ થઇ હતી,એક નજર…….(નરેશ ડૉડીયા)

  3. તમે છો તો આ દુનિયા મને એક ઉપવન લાગે છે,
    તમે નથી તો આ દુનિયા મને એક ઘટનાક્ર્મ લાગે છે.

    તમારો ચહેરો જોઉં છું તો આ ફુલોને સ્પશવા બહું ગમે છે,
    તમે નથી તો આ ફુલોના સ્પર્શમાં પણ કાંટા લાગે છે.

    તમે છો તો આ સૃષ્ટિનો નજારો શાનદાર લાગે છે,
    તમે નથી તો આ સૃષ્ટિનો નજારો કૃત્રિમ લાગે છે.

    તમે છો તો અડધી રાતલડીના સપનાઓ આવે છે,
    તમે નથી અડધી રાતલડીના સપનાઓ ડરામણા લાગે છે.

    તમે છો તો આ દુનિયા દિવાની લગાતાર લાગે છે,
    તમે નથી તો આ દુનિયા દુઃખની વણજાર લાગે છે.

    તમે છો તો મને ખૂબસૂરતીની બોછાર નજર આવે છે,
    તમે નથી તો બધી મૂરજાયેલી મુરત નજર આવે છે.

    તમે છો તો આ સકળ સંસારમાં સૌંદર્ય નજર આવે છે,
    તમે નથી આ સકળ સંસાર ફક્ત એક વણજાર લાગે છે.

    તમે છો તો પ્રિયતમા અને પ્રિયાના ખ્યાલો આવે છે.
    તમે નથી આ જામના પ્યાલાઓ બહું પ્યારા લાગે છે.

    તમે છો તો મારા અસ્તિત્વમાં નવો ધમધમાટ લાગે છે,
    તમે નથી મારા અસ્તિત્વને વૈધવ્યનો અણસાર આવે છે.

    તમે છો તો ફુલોના ગજરા અને વેણીઓના વિચાર આવે છે,
    તમે નથી તો આ ફુલોના કરમાયેલા ચહેરાઓ નજર આવે છે.

  4. યૌવનને મજા છે અંધકાર ભરી રાતોમાં,
    ઓગળ્યું છે અસ્તિત્વ મારૂં તારી આંખોમાં,

    સમાણાઓની મધુરતાને રસભરી રજની,
    લજતી,લસરતી,મધુરજની જેવી સજની,

    સૃષ્ટિ છે સહવાસની એવી છે મજેની,
    નથી કોઇની દરકારને નથી ફજેતી,

    કળે છે મનની વાતો પત્ની થઇને મજેથી,
    કરે છે કામણ કાજળઘેરી આંખોથી,
    ,
    કુંજ કુંજને વસંત મારા મોહરે છે તેના સંગથી,
    રતિને આરંભ સૃષ્ટિના દિઠા તન થી,

    ચલ ને અચલ ક્ર્મ બંધ છે તેના વચનથી,
    અસ્ત છું તેના રસભર્યા તનમનમાં,

    ઉગું છું ઉષાના સંગમાં,
    ભરીને રંગ તેના અંગેઅંગમાં, ( નરેશ ડોડીયા )

  5. મળે છે માનવી,
    કોઇ વાનર મુખા,
    કોઇ સુંવર મુખા,
    કોઇ લાલ મુખા,
    કોઇ લીલા મુખા,
    કોઇ શરીર ભુખા,
    કોઇ નજર ભુખા,
    કોઇ વાસના ભુખા,
    કોઇ આલમગીર્,
    કોઇ ફકીર્,
    કોઇ સાધુ,
    કોઇ શેતાન્,
    કોઇ નર,
    કોઇ નારી,
    કોઇ અર્ધ નારેશ્ર્વર્,

    છટ ! પ્રભુ,
    તારી સૃષ્ટિ છે ખરાબ !
    મને પ્રાણી સંગ્રાહલય બહું ગમે છે,
    મળે છે માનવી કેવાં હેત થી,
    કોઇ પુંછડી હલાવે છે,
    કોઇ એક બિજાને ચાટે છે પ્રેમથી,
    ઓહ ! પ્રભુ,
    તારી સૃષ્ટિ કેટલી સુંદર છે.. ( નરેશ ડોડીયા )

  6. મીણબત્તિની એ છોકરી,
    પછી સ્વિકારી માંરી નોકરી,
    સળગતી રહી ને ઓગળતી રહી,
    આગંળીઓ જલાવતી રહી,
    રોટલીઓ શેકતી રહી,
    આંગળીઓ દઝાળતી ગઇ,
    તડકામાં તપતી રહી,
    પાપડ તણા તાણા વાણામાં,
    જલતી રહી આંખો તારી,
    ધુમ્રસેરના વલયોમાં ને,
    ધુંવાડાઓનાં ગોટેગોટેમાં,
    દાઝ્માં ને ખીજમાં,ગુસ્સામાં,
    ઓગળતી રહી,
    મુગ્ધતાંનો માળૉ છોડી,
    કાંટાળા સંસારમાં વસી,
    પંખીળીની કાયાને છોડીને,
    મારી પત્ની બની,
    કબુતરી થઇને માણસને વરી,
    રહી રહીને પાંખો આવી,
    તો ય ઉડવાની મૌસમ ના આવી……( naresh dodia)

  7. મારી વેદનાના વિખરાયેલા શબ્દોને,
    ગુંથીને ગઝલ બનાવનાર કોમલ હસ્તિની,
    તને હું શું નામ આપું ?

    મારી વેરાન ભૂમિને પ્રેમરસથી સિંચીને,
    ઉપવન જેવી બનાવનાર,
    ફુલો જેવી નાજુક નાર,
    તને હું શું નામ આપું ?

    મારી બંધ્ આંખોમાં સપનાના વાવેતર કરનાર,
    મારા સપનાની રાણી,
    તને હું શું નામ આપું?

    મારા અંહકારી અસ્તિત્વને એક પલમાં,
    તારા પગ પાસે ઝુકાવનાર,
    ગુલાબી પેનીની માલિકણ,
    તને હું શુ નામ આપું ?

    મારા તોરીલા મિજાજને ,
    એક પલમાં નિખાલસ બનાવનાર,
    તોરલ જેવી સતી ,
    તને હું શું નામ આપું ?

    એક વાર તો બોલ
    તને હું શું નામ આપું ? ( naresh dodia)

  8. Hello Bhadreshbhai,

    Every comment posted on the site goes through moderation. That’s how the system has been since a long time.

     

  9. ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
    એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

    ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં
    ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં……….

    “આખમા આસુ આવી ગયા….” હ્રિદય ને ઝણઝ્ણાવિ દીધુ……..

    મોહબ્બ્ત નિ તાકાત્ આ આખિ રચના મા છે… કમલેશ સોનાવાલા ને સલામ……..

    સોનામા સુગન્ધ ભેળવી… સ્વરથી રૂપકુમાર રાઠોડ
    અને સંગીતથી પુરુષોત્તમ ઉપાધ્યાય

  10. સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
    એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં ………..અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં

    પ્રિયતમ ને મ્હારા ..મારી રચના..

    “બે હાથ આપો તમે તો તમને હમસફર બનાવી દઉ.

    પગલીઓ મા તમારી ……આ દિલ નુ પગલુછણિયુ બિછાવી દઉ…”

    ” આપ્ ધબક્તો બે ધબકાર આપો તો…..
    ધડકનો ને તમારી મ્હારા હ્રિદયમા સમાવી લઊ….”……………

    હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
    એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં…એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં….અલૌકિક્.. અદભુત્….

    પ્રેમ કર્તા શિખવાડી દીધુ… સુન્દેર ગીત્.. સુન્દર રચના…મ્રુદુ ગાઈકી…..

  11. બહુજ સરસ્ કૈ કેવા જેવુ નથિ, આજ પ્ર્માને ચલુ રાખ્જો

  12. ચાલો તમારા પ્રેમનિ એક લહેર બનવિ દઊ ….
    દિલમા હલ્ચલ મચાવિ દિધિ….ખુબ સરસ .
    ચન્દ્ર.

  13. ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં…
    ખુબ સુદંર રજુઆત..
    -“પકંજ”

  14. ખુબ જ સુંદર રચના. આલબમ સંવેદના ની સુદંર સંવેદના.

Leave a Reply to naresh dodia Cancel reply

Your email address will not be published. Required fields are marked *