ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

flower.jpg

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઇ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઇ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઇ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઇ વેરાયો છું હવે
વરસાદી કોક સાંજે તું મલ્હારજે મને

20 replies on “ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા”

 1. manvantpatel says:

  તારી નજરના સ્પર્શથી શણગારજે મને !
  નજરનુઁ તોરણ બનાવી જીવને શણગારવાનુઁ કેવુઁ ઉદાત્ત ઉદાહરણ !
  આભાર !

 2. Harry says:

  nice gazal !!

  તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
  શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

 3. sujata says:

  અનોખો ટ હુ કો……..કુંવારો ટ હુ કો………

 4. ખૂબ સુંદર ગઝલ… મજા આવી ગઈ… લગભગ બધા જ શેર સ્પર્શી ગયા…

 5. ” – એટલે કે ઉપરની કોમેંટની કોપી 🙂

  એમ તો બધા જ લાજવાબ છે, પણ આ બે શેર વધુ સ્પર્શી ગયા…

  ભીની ભીની વિદાયનો કોઇ વસવસો નથી
  આંસુ બનાવી આંખથી તું સારજે મને

  સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
  ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

 6. ધન્યવાદ – ખૂબ ગમ્યુ – ખૂબ ગાયુ -આ ટહુકો આમ જ ટહુકતો રહે !

 7. Non Residential "Surti" says:

  thank you ,
  finally got some good stuff from potential surti.
  after all jayshriben is also is surti,if m not wrong?
  i m feelin proud…..

 8. Jayshree says:

  હા…
  ભગવતીકાકા સુરતી… અને હું પણ સુરતી… 🙂

 9. Himani says:

  wait………i m also surti… Even I met bhagvati kaka when we composed his songs with my teacher for a album. He used to come to our high school to motivate students toward “Gujarati Sahitya”. It was great experience for me.

 10. Parul says:

  Hello,
  Can somebody tell me what Gujarati fonts are being used on Tahuko.com?
  Thanks, Parul

 11. NANDINIDEEP says:

  KHUB SUNDER GAZAL..DAREK SHABDO SPARSHI GAYA..
  NANDINI DEEP

 12. amita bhakta says:

  It is always a pleasure to read Sharmashaheab, I have been his fan from age sixteen.
  amita

 13. dipti says:

  અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
  કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

  ધારદાર રજુઆત.

 14. madhukar mehta says:

  તારિ નજર થિ શણગારજો અમ્ને

 15. dipti says:

  અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
  કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

  હોઇશ કઇ દશામાં – મને પણ ખબર નથી
  આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

  સુંદર અભિવ્યક્તિ..
  સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
  ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને
  દરેક શબ્દો સ્પર્શી ગયા

 16. dipti says:

  અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
  કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

  હોઇશ કઇ દશામાં – મને પણ ખબર નથી
  આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

  સુંદર અભિવ્યક્તિ..
  સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
  ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને
  દરેક શબ્દો સ્પર્શી ગયા

 17. Dinesh Patel says:

  હોઇશ કઇ દશામાં – મને પણ ખબર નથી
  આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

  ….ખુબ સુન્દર્

 18. Vishal says:

  કોઇ શબ્દો નથિ મલતા……….કે કૈ રિતે આ રચના ને બિરદાવુ……….બસ આ રચના ને અનુભવતો રહુ તો સારુ……..

 19. Mehmood says:

  અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
  કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

  करोगे याद तो, हर बात याद आयेगी
  गुज़रते वक़्त की, हर मौज ठहर जायेगी
  करोगे याद तो …

  ये चाँद बीते ज़मानों का आईना होगा
  भटकते अब्र में, चहरा कोई बना होगा
  उदास राह कोई दास्तां सुनाएगी
  करोगे याद तो …

  बरसता\-भीगता मौसम धुआँ\-धुआँ होगा
  पिघलती शमों पे दिल का मेरे ग़ुमां होगा
  हथेलियों की हिना, याद कुछ दिलायेगी
  करोगे याद तो …

  गली के मोड़ पे, सूना सा कोई दरवाज़ा
  तरसती आँखों से रस्ता किसी का देखेगा
  निगाह दूर तलक जा के लौट आएगी
  करोगे याद तो …

 20. સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
  ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *