આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

.

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

22 replies on “આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી”

  1. આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
    બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
    વાહ વાહ

  2. હો નર્ક જ મરુ ધામ ભલે પન સ્વર્ગ મા મ્રારુ નામ હસે.Superb.

  3. જ્હે માર્ગ મા માર્યો ત મુજને એ માર્ગ પર મારુ નામ હશે.
    વાહ અમરભાઈ.

  4. શ્રી અમર પાલનપુરી મારા સુરતના અને મારા સ્નેહી હોવાથી સીડી-રેકોર્ડીગ મને પ્રાપ્ત થયુ હતુ એટલે આજે ફરીથી સાંભળવા મળતા આનંદ થઈ ગયો, સ્રરસ સ્વરાંકન, સરસ ગાયકી, અને ગઝલ તો સરસ જ છે…. આપનો આભાર

  5. સરસ. મનગમતુઁ આશ્વાસન મળે તો આરામ મળે. આભાર.

  6. જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
    આંખોમાં છલકતો કૈફ હશે…..

    ગાયકી પણ સરસ……

    • Excellent gazal by amar palanpuri.
      ગુણગુણાવતા રહી એ શબદાળી રચના….

Leave a Reply to Mayank Cancel reply

Your email address will not be published. Required fields are marked *